અમરેલીની જેલમાંથી રાજ્યવ્યાપી મોબાઇલ નેટવર્ક ઝડપાયું

  • અમરેલીની જેલમાં બેરેક નંબર 9-10 માં ટોચના ગુનેગારો એસટીડી પીસીઓ ચલાવતા હતા : 5 ખુંખાર કેદીઓ અને એક રાજકોટના ડોકટરની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ
  • ડીવાયએસપી શ્રી રાણા, શ્રી આર.કે. કરમટા, શ્રી મહેશ મોરી, શ્રી એન.એ.વાઘેલા, શ્રી વાય.પી. ગોહીલ, શ્રી જે.એમ.કડછાની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમનો સપાટો

અમરેલી,
અમરેલી જિલ્લા જેલમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા પોલીસના ગુપ્ત ઓપરેશનની આજે ચોંકાવનારી વિગતો સામે આવી છે અમરેલીની જેલમાં રીતસર એસટીડી પીસીઓની જેમ નાણા લઇ મોબાઇલમાં વાતચીત કરાવવાનું રેકેટ ગુજસીટોક સહિતના ગંભીર અપરાધો હેઠળ જેલમાં રહેલા ખુંખાર કેદીઓ દ્વારા ચલાવવામાં આવી રહયુ હોવાનું અને પ્રાથમિક તબક્કે રાજકોટના એક ડોકટર સહિત 12 શખ્સો સામે સેશન્સ ટ્રાયેબલ ગુનો દાખલ કરાયો છે અને 40 જેટલા ઇએમઆઇ નંબરની પોલીસ તપાસ કરી આ કેદીઓ સાથે વાતચીત કરનારાને પણ પકડે તેવી શક્યતા છે.
આ અંગીની વિગત એવા પ્રકારની છે કે અમદાવાદની જેલ ઝડતી સ્કવોર્ડ દ્વારા તા.29-7 ના અમરેલી જિલ્લા જેલની ઝડતીમાં યાર્ડ નં.5 પાસેથી એક ડયુલ સીમ મોબાઇલ મળી આવેલ આમ તો અમરેલી જેલમાંથી અનેક મોબાઇલ પકડાયા છે પણ આ વખતે મોબાઇલ પકડાતા એસપીશ્રી નિર્લિપ્ત રાયને શંકા ગઇ હતી કે જિલ્લા જેલમાં કોઇ ષડયંત્ર ચાલી રહયુ છે જેથી તેમણે મોબાઇલના ગુનાની તપાસ સીટી પોલીસ પાસેથી લઇ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી આર.કે. કરમટાને સોંપેલ હતી અને તેમને મુખ્ય તપાસનીશ અધિકારી તરીકે નિમી સહાયક તપાસનિશ અધિકારી તરીકે એસઓજીના શ્રી મહેશ મોરી, ધારીના શ્રી એન.એ. વાઘેલા, લાઠીના શ્રી યશવંતસિંહ ગોહીલ, અમરેલી કોમ્પ્યુટર સેલના શ્રી જયેશ કડછાની નિમણુંક કરી હતી અને તેમના માર્ગદર્શક તરીકે શ્રી મહાવીરસિંહ રાણા, ડીવાયએસપીશ્રી અમરેલીની નિમણુંક કરી હતી અને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરાઇ હતી.
સીટની તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી જેલમાં ગેરકાયદેસર ધંધો કરવા અને તમામ સુવિધાઓ ભોગવવા માટે જેલના યાર્ડ નં.5 માં પ્રવેશ મેળવવાનો હોય છે અને તેના 9 કે 10 નંબરના બેરેકમાં કેદીઓ ત્યાં અંદર રહીને પણ દાઉદ ઇબ્રાહીમની જેમ ગુનાહીત પ્રવૃતીઓ આચરતા હતા અને જિલ્લાના ટોચના ખુંખાર અપરાધીઓ પણ આ વીઆઇપી બેરેકમાં રહેતા હતા અને આ બેરેકમાં રહેતા તમામ કેદીઓ મોબાઇલ ફોન વાપરતા હતા તેમાં અનેક કેદીઓ પાસેથી કોલ કરવા માટે મોટી રકમ વસુલાતી હતી આ બેરેકની અંદર ખુનના ગુનામાં આરોપી કાન્તી મુળજીભાઇ વાળા ગુસીટોકના ત્રણ આરોપી શિવરાજ ઉર્ફે મુન્નો રામકુ વિંછીયા, શૈલેષ નાથાભાઇ ચાંદુ દોલતી, બાલસિંગ જયતાભાઇ બોરીચા, બળાત્કાર અને એટ્રોસીટીનો આરોપી સુરા સાર્દુળભાઇ હાડગરડા, હથીયાર ધારાનો આરોપી ઇરફાન ઉર્ફે ટાલકી મહમદભાઇ ખીમાણી સાથે રહેતા હતા.
સીટ દ્વારા થયેલી તપાસમાં આ યાર્ડ નં.5 માં 17 મોબાઇલ નંબરો અને 40 જેટલા આઇએમઇઆઇ નંબરોનો ઉપયોગ થયો હતો અને તેનો ઉપયોગ કેદીઓ જેલમાં રહી ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા અને જેલ બહારના વ્યક્તિઓ જેલના જ કેટલાક કેદીઓ સાથે મળી જેલમાં મોબાઇલ અને સીમકાર્ડ ઘુસાડયા હતા આરોપીઓએ પોતાના અને ઘરના સભ્યોના નામે સીમકાર્ડ લીધા હતા એ સિવાય બીજાના ઓળખપત્રો આપી ખોટા નામે સીમકાર્ડ પણ મેળવેલ બેરેક નં. 9 અને 10 માં આ ગેંગ અન્ય કેદી પાસેથી મોબાઇલ ઉપર વાત કરવા હપ્તા મેળવતી હતી કોઇ ન આપે તો ફરજીયાત ઉઘરાણુ કરી પીસીઓ ચલાવતા હતા અને તપાસમાં એવી પણ ચોકાવનારી વિગતો ખુલી હતી કે અમરેલીની જેલમાંથી જેલ બહારની વ્યક્તિઓ સાથે જ નહી પણ સુરત જિલ્લા જેલના કેદીઓ સાથે પણ મોબાઇલ ઉપર વાતચીત થતી હતી.
આ તપાસ દરમિયાન રાજ્યવ્યાપી બનાવટી મેડીકલ સર્ટીફીકેટનું કૌભાંડ પણ બહાર આવ્યુ હતુ અમરેલીના સ્વ. પંકજ અમરેલીયાના હત્યા કેસમાં અમરેલી જિલ્લા જેલમાં રહેલ કેદી કાંતી વાળા રાજકોટના ડો. ધીરેન ઘીવાલા પાસે પોતાના જામીન મેળવવા માટે ખોટા મેકીડલ સર્ટીફીકેટ બનાવડાવતો હતો અને બાકી કેદીઓને પણ જામીન મેળવવા માટે ખોટા સર્ટી બનાવવા ડોકટરનો સંપર્ક કરાવતો હતો ટીમ દ્વારા નરેશ ઉર્ફે નરશી ભીખા વાળા ઉ.વ.31 રહે. ચિતલ, શિવરાજ ઉર્ફે મુન્નો રહે. રબારીકા, બાલસિંગ બોરીચા રે. લુવારા, નરેન્દ્ર ઉર્ફે નટુભાઇ ખુમાણ રે. સેંજળ, ગૌતમ ખુમાણ અને ડો. ધીરેન મોરારભાઇ ઘીવાલા રે. રાજકોટ રેસક્રોસ રામેશ્ર્વર ચોકની ધરપકડ કરી હતી જેમાં નરેશ તા.27 સુધી રીમાન્ડ ઉપર છે અને બાકીના પાંચ આરોપીને પોલીસ કોર્ટ સમક્ષ રજુ કરનાર છે.
આ રેકેટમાં સામેલ કાંતી વાળા રહે. સાવરકુંડલા, સુરેશ ઉર્ફી સુરો ભરવાડ નાગધ્રા, શૈલેષ ચાંદુ દોલતી, દાદુ ચાંદુ દોલતી, ઇરફાન ઉર્ફે ટાલકી અમરેલી, ભુપત વાઘેલા રહે. લીખાળાની ધરપકડ પોલીસ હવે કરશે આ આરોપીઓમાં નરેશ વાળા સામે છેડતી, મારા મારીના 2, મુન્ના રબારીકા સામે ટ્રીપલ મર્ડર, ફરજમાં રૂકાવટ, ગુજસીટોક, દારૂ પીવાના મળી 9 ગુનાઓ, બાલસિંગ બોરીચા સામે ગુજસીટોક અને દારૂની હેરાફેરી સહિત 10 ગુનાઓ, શૈલેષ ચાંદુ સામે ગુજસીટોક, ટ્રીપલ મર્ડર, લુંટ, ખંડણી, હથીયાર ધારા સહિત 9 ગુનાઓ, નરેન્દ્ર ઉર્ફે નટુ ખુમાણ સામે ગુજસીટોક, વ્યાજવટાવના મળી 5 ગુનાઓ, ગૌતમ ખુમાણ સામે ગુજસીટોક અને વ્યાજવટાવના 6 ગુનાઓ, ઇરફાન ઉર્ફે ટાલકી સામે ખોટો દસ્તાવેજ બનાવી, મારામારી ધમકી, હથીયાર, અને દારૂની હેરાફેરીના 8 ગુનાઓ, ભુપત હીરા વાઘેલા રહે. લીખાળા સામે ખુનની કોશીશનો ગુનો, દાદુ ચાંદુ સામે બળાત્કાર, બળજબરીથી પૈસા પડાવી લેવાના 3 ગુનાઓ, કાંતી વાળા સાવરકુંડલા સામે ખુન, છેડતી, પ્રીઝન એકટના 3 ગુનાઓ, સુરેશ ઉર્ફે સુરા સાર્દુળ ભરવાડ સામે લુંટની કોશીશ, છેતરપીંડી, બળાત્કાર, એટ્રોસીટી, મારામારીના 6 ગુનાઓ છે અને હજી આમા વધ્ાુ આરોપીઓ અને મોટા માથાઓ ઝપટમાં આવશે તેમ મનાઇ છે.એસપીશ્રી નિર્લિપ્ત રાયનુ સુચનાથી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમના મહાવીરસિંહ રાણા, તપાસનિશ અધિકારી શ્રી આર.કે. કરમટા, શ્રી મહેશ મોરી, શ્રી એન.એ. વાઘેલા, શ્રી જશવંતસિંહ ગોહીલ, શ્રી જયેશ કડછા અને એલસીબી ટીમ અમરેલી દ્વારા જીણવટભરી તપાસ કરાઇ રહી છે દરમિયાન પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે કે અહીં નીચે આપેલા મોબાઇલ નંબરોનો જેલમાં ઉપયોગ કરાયો હોય તે નંબર ઉપર સંપર્ક કરવો નહી અને તેમાંથી ફોન આવે તો વાત કરવી નહી અને નીચે દર્શાવેલ આઇએમઇઆઇ નંબર વાળા મોબાઇલ ફોન ખરીદવા નહી કે વાપરવા નહી મોબાઇલ નં. 7433859435, 7874943192, 7069671235, 9898478226, 8866122522, 9537813318, 9433937122, 7874943192, 7433859435, 7874932390, 8238763907, 9726118481, 7069671235, 7096492850, 7698406797, 6356211543, 7046972327.આ ઉપરાંત ઇએમઆઇ નંબર 353751111581160, 353700111581160, 355606114865290, 352560113678290, 352559113678290, 352556118265850, 355606111587780, 355606115008170 ઉપરાંત 45 ઇએમઆઇ નંબર એવા પણ પોલીસને મળ્યા છે કે જેમાં જેલમાંથી મળેલા સીમકાર્ડના નંબરોમાંથી ઉપયોગ થયો હોય.