અમરેલીની જેલમાં ભેદી ઓપરેશન : મોટા ધડાકા થશે

  • પોલીસ તંત્ર અને કાયદો વ્યવસ્થાના તમામ ક્ષેત્રમાં સર્જરી કરનાર અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાયનું
  • જ્યાંથી અવાર નવાર મોબાઇલ મળે છે પણ તેનું પગેરૂ નથી મળતુ તેવી મોબાઇલના કારખાના જેવી અમરેલીની જિલ્લા જેલમાં સતત બે દિવસથી પોલીસ તંત્ર દ્વારા અતિ ખાનગી કામગીરી : પોલીસ વિસ્ફોટક વિગતની નજીક

અમરેલી,
જિલ્લાના પોલીસ તંત્ર અને કાયદો વ્યવસ્થાના તમામ ક્ષેત્રમાં સર્જરી કરનાર અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાયનું અમરેલીની જેલમાં ગુપ્ત ઓપરેશન ચાલી રહયુ હોવાનું અને તેમાં મોટા ધડાકાઓ થનાર હોવાનું જાણવા મળેલ છે.
આધારભુત વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર જ્યાંથી અવાર નવાર મોબાઇલ મળે છે તેવી મોબાઇલના કારખાના જેવી અમરેલીની જિલ્લા જેલમાં સતત બે દિવસથી પોલીસ તંત્ર દ્વારા અતિ ગુપ્તતાપુર્વક કામગીરી ચાલી રહી છે અને રાત દિવસની સતત તપાસ પછી પોલીસ વિસ્ફોટક વિગતોની નજીક પહોંચી હોવાનું અને આ ઓપરેશનના પડઘા ગુજરાત વ્યાપી પડે તેવી શક્યતા હોવાનું જાણવા મળેલ છે.
અમરેલીની જિલ્લા જેલ અવાર નવાર મોબાઇલ મળવા માટે પંકાયેલી છે અને આજ સુધી જેલમાં મોબાઇલ કોણ લાવે છે તેનું પગેરૂ મળ્યું નથી.