અમરેલી,
અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ઉર્મીલાબેન ભીખુભાઇ દાફડા રે. ચિતલ રોડએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેણીનું તે જ્યાં ફરજ બજાવતી હતી તે જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. તેણીની આત્મ હત્યાના મામલે શહેર પોલીસ દ્વારા જીણવટભરી તપાસ શરૂ કરાઇ .