અમરેલીની ઠેબી નદી નર્મદાનાં નીરથી સજીવન બની

અમરેલી,સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના વરદ હસ્તે સૌની યોજનામાં કાળુભાર ડેમમાં નર્મદાનું પાણી ભરવાના પ્રારંભ સાથે જ ચમારડી પાસે સૌની યોજનાનો એક વાલ ખોલી દેવાતા અમરેલીની ઠેબી નદી નર્મદાના નીરથી સજીવન બની હોવાનું સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ.શ્રી કાછડીયાએ જણાવ્યુ હતુ કે ચમારડી પાસે સૌની યોજનાનો એક વાલ ખોલી ઠેબી નદીમાં આવેલા નાના નાના ચેકડેમો ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ઠેબી નદીમાં પહેલી વખત જ નર્મદા મૈયાની પધરામણી થઇ છે અમરેલી સુધીના નાના નાના ચેકડેમો પંપીંગ કરી નર્મદાના નીરથી ભરી દેવામાં આવશે.