અમરેલીની તમામ બજારો બપોર બાદ સજ્જડ બંધ

અમરેલી,ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસ સામે આવતા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાઓ લેવાય રહયા છે. જેના ભાગરૂપે આજે તા.21-3 શનિવારના બપોરના પોલીસ તંત્ર દ્વારા વેપારીઓને બંધ કરવાનો આદેશ થતા. ટપોટપ વેપારીઓએ શટરો ખેંચી પોતાના ધંધા રોજગાર બંધ કર્યા હતા. શાકમાર્કેટ અને ફ્રુટ માર્કેટમાં પણ લોકોએ બપોર સુધીમાં ખરીદી કરી ઘર ભેગા થયા હતા. અને બપોર બાદ અમરેલી શહેરમાં ચા પાણીના, પાન માવા તેમજ લારી ગલ્લા અને દુકાનો સદંતર સંપુર્ણપણે બંધ કરેલ છે. તા.22-3 રવિવારના સરકારશ્રીના સ્વયંભુ બંધના આદેશ મુજબ અમરેલી શહેરમાં સંપુર્ણપણે સ્વયંભુ કર્ફયુ રાખીને બજારો બંધ રહેશે.