અમરેલીની તમામ વેપારી સંસ્થાઓનું જનતા કર્ફયુને સજજડ સર્મથન

અમરેલી,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા રવીવારના જનતા કર્ફયુને અમરેલીની તમામ વેપારી સંસ્થાઓએ સમર્થન આપી અને લોકોને સાંજે પાંચ વાગ્યે આપણી માટે લડી રહેલા સૌ કોઇને પ્રોત્સાહીત કરવા અનુરોધ કર્યો છે.
શહેરના વિવિધ વેપારી મંડળોએ જણાવ્યું છે કે, વિશ્ર્વ આખુ આજે કોરોના થી ભયભીત છે તેવા સમયે વિશ્ર્વ ઉપર આવી પડેલ મારામારી માથી ઉગરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.22/03/20 રવીવારે સવારના 7:00 થી રાતના 9:00 સુધી જનતા કર્ફયુ નુ એલાન આપ્યુ છે તેને સર્મથન આપીએ અને આવી પડેલ સંકટ માથી વિશ્ર્વને બચાવે તે માટે પ્રાર્થના કરીએ અને સાવચેતી રાખીએ. કોરોનાથી કોઈએ ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખીને ધાર્મિક તથા સામાજીક પ્રસંગો સાદાઈ થી ઉજવીએ તથા કામ વગર બહાર ન નીકળવું, રાત્રી ના રખડવુ નહી.
આ રવીવારે ધંધા રોજગાર બંધ રાખી કુદરતને યાદ કરવા સાવચેતી રાખી કોરોનાને હરાવવા અમરેલી જિલ્લા ની જનતાને અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર વેપારી મહામંડળ રીટેલ મરચન્ટ,કરિયાણા એસોસીએશન, ઈન્દિરા શોપિંગ સેન્ટર એસોસીએશન,કલોથ મરચન્ટ એસોસીએશન ,પાનબીડી એસોસીએશન.સ્ટેશનરી મરચન્ટ એસોસીએશન,ટાવરચોક વેપારી એસોસીએશન, રેડીમેઈડ ગારમેન્ટ અસોસીએશન,ડીલર્સ એન્ડ ડીસ્ટ્રીબ્યુટર્સ અસોસીએશન,મીઠાઈ ફરસાણ હોેટલ અસોસીએશન, મેટલ મરચન્ટ અસોસીએશન,સુવર્ણ કારસંઘ,ગીફટ એન્ડ ટોયઝ મરચન્ટ અસોસીએશન,ફુટવેર મરચન્ટ અસોસીએશન,ફ્રુટ અને વેજીટેબલ મરચન્ટ અસોસીએશન,મારબલ મરચન્ટ અસોસીએશન,હાર્ડવેર અને પ્લાઈવુડ મરચન્ટ અસોસીએશન,કટલેરી મરચન્ટ અસોસીએશન અને ફ્રુટ મારકેટ દ્વારા અપીલ કરી અને વડાપ્રધાન શ્રી મોદીને સમર્થન અપાયા નુ અખબારી યાદી મા જણાવ્યું છે.