અમરેલીની દીકરીને મરવા મજબુર કરનાર સાસરિયાને દસ વર્ષની સજા

અમરેલી,
અમરેલીની સુરત પરણાવેલી યુવતીએ સુરતના સાસરિયાના ત્રાસથી કંટાળી પીયર અમરેલી આવી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ કેસમાં યુવતીના સુરત રહેતા પતિ,સાસુ-સસરાને અમરેલીની સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા કરી છે.
આ બનાવીની વિગતો એવા પ્રકારની છે કે, તા. 7-5-2017ના રોજ અમરેલીના હનુમાનપરામાં સુરત સાસરે રહેતી અને લગ્ન બાદ માત્ર અઢી માસના ટુકા સમયમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પીયર આવેલી યુવતી ભુમિકાએ ગળાફાંસો ખાઇ અને આપઘાત કરી લીધો હતો.પોતાના પીયરમાં આવેલી ભુમિકાએ આપઘાત કરી લેતા અમરેલી શહેર પોલીસમાં તેણીના પતિ હાર્દિક ભરતભાઇ કુબાવત સસરા ભરતભાઇ કુબાવત અને સાસુ પ્રવિણાબેનની સામે તેણીના ભાઇ વિશાલે પોતાની બહેન ભુમિકાને ત્રાસ આપી અને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી આ કેસ અમરેલીની સેશન્સ કોર્ટમાં જિલ્લા ન્યાયાધીશ શ્રી આર ટી વાચ્છાણી સમક્ષ ચાલી જતા તેમણે મરનારની સ્યુસાઇડ નોટ અને જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબહેન ત્રીવેદીની દલીલોને માન્ય રાખી અને ભુમિકાના પતિ તથા સાસુ અને સસરાને ભુમિકાને મરવા માટે મજબુર કરવા બદલ આઇપીસી 306 અને એકબીજાને મદદ કરવાની કલમ 114 મુજબ 10 વર્ષને કેસ તથા પાંચ હજાર દંડ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ એક વર્ષની સજા અને ત્રણ હજાર દંડ ફટકાર્યો હતો.