અમરેલીની દેના બેંક અને બીઓબીની શાખાના મામલે વિરોધનો વંટોળ

  • બેંકના હજારો ગ્રાહકોની લાંબી લાઇનોથી અનેક સમસ્યા ઉભી થશે : અમરેલી ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બીઓબીના સીઇઓને પત્ર પાઠવી કરાયેલ રજુઆત

અમરેલી,
અમરેલીની જુની દેના બેંકને બેંક ઓફ બરોડાની શાખામાં ભળવાના મામલે બેંકના ગ્રાહકોમાં વિરોધનો વંટોળ ઉઠયો છે દેના બેંકનું બીઓબીમાં વિલીનીકરણ થતા અમરેલીની પોસ્ટ ઓફીસ સામે આવેલી પહેલા દેના બેંકના નામે ઓળખાતી બેંકને હીરકબાગ સામેની બેંક ઓફ બરોડામાં ભેળવવાનું નક્કી કરાયુ છે જો આ બંને બેંકો એક જ જગ્યાએ ભેગી કરાય તો હાલના બેંક ઓફ બરોડા શાખામાં બંને બેંકના ગ્રાહકો સમાય તેવી કોઇ શક્યતા નથી ત્યાં કોઇ પાર્કિગ નથી, પીવાનું પાણી, ટોઇલેટ જેવી કોઇ પ્રાથમિક સગવડો નથી.
વળી શહેરની જુની દેના બેંક આશરે 80 વર્ષ જુની છે અને બીઓબી 100 વર્ષ જુની છે જે બંને પોતાના વિશાળ ગ્રાહક સમુદાય ધરાવે છે તે બંનેને એક જ જગ્યાએ શા માટે ભેગી કરવામાં આવે છે તેવો સવાલ ઉઠયો છે કારણકે ભુતકાળમાં એસબીએસનું એસબીઆઇમાં વિલીનીકરણ થવા છતા એસબીઆઇની પાંચ શાખા અમરેલીમાં કાર્યરત છે જેમાં ત્રણ શાખા 100 મીટરના અંતરમાં છે અને તેમાં બે તો સામ સામે જ છે તે ચાલે છે તો આ મોટી બેંકો શા માટે એક સ્થળે ફેરવાય છે ? ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ અમરેલીને હજારો ગ્રાહકોએ ફરિયાદ કરી છે આ નિર્ણયથી બેંકને નુકશાની જશે બેંકના નવા ખાતા નં.આઇએફએસસી અને એમઆઇસીઆરના નવા કોડ, નવી ચેકબુક, નવી પાસબુક લેવાની હોય ગ્રાહકો તેના માટે લાંબી લાઇન લગાવશે અને તે એક જગ્યાએ કોઇ કાળે નહી થઇ શકે તેમ ડિસ્ટીકટ ચેમ્બરના શ્રી