ઘોબા, જુના-નવા વાઘણીયા, લાખાપાદર, કુંડલામાં 2, તાજપર, હરસુરપુર, સનાળા, મોટા મુંજીયાસર, ભીંગરાડ, ભાવનગરનાં દર્દીઓના મૃત્યું :અમરેલી શહેરનાં કોરોનાની સારવાર લેતા 10 તથા બીજી બિમારીના મળી કુલ 19 ના મોત :ગાયત્રી મોક્ષધામમાં ઇમરજન્સીમાં ડીઝલનો ચુલો રિપેર કરાવાયો, લાકડાઓ ખલાસ : ગામડાઓને લાકડા મોકલવા શ્રી પરીખની અપીલ
અમરેલી,અમરેલીની ધરતી ઉપર મોતનું તાંડવ અવિરત શરૂ છે શનિવારે અમરેલીમાં કોરોનાનાં અને અન્ય બિમારીને કારણે સવારથી રાત સુધીમાં મૃત્યુ પામેલા 33 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અમરેલીના ગાયત્રી મોક્ષધામ ખાતે કોરોનાનાં સાત અને અન્ય કારણે મૃત્યુ પામનાર સાત મળી 14 મૃતદેહોની અંતિમ વિધી થઇ હતી તથા કૈલાશ મુક્તિધામ ખાતે રાત્રે 8 વાગ્યા સુધીમાં 12કોરોનાના અને 2 અન્ય મળી 14 મૃતદેહોની વિધી થઇ ચુકી છે અને બે શબ આવી રહયા હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.
બોટાદના તાજપર ગામના 62 વર્ષના વૃધ્ધ, કુંડલાના ઘોબા ગામના 72 વર્ષના વૃધ્ધા, અમરેલીની ગણેશ સોસાયટીના 80 વર્ષના વૃધ્ધા, બગસરાના જુના વાઘણીયાની 17 વર્ષની તરૂણી, કુંકાવાવના લાખાપાદરના 80 વર્ષના વૃધ્ધ, સાવરકુંડલાના 74 વર્ષના વૃધ્ધ અને 72 વર્ષના વૃધ્ધા તથા અમરેલી સંકુલ રોડના 51 વર્ષના પ્રૌઢ, અમરેલીના 50 વર્ષના પુરૂષ દર્દી, લાઠી રોડે વૃંદાવન પાર્કના 64 વર્ષના મહિલા, લાઠી રોડના 85 વર્ષના વૃધ્ધ, ચિતલ રોડે 50 વર્ષના મહિલા, માણેકપરાના 60 વર્ષના મહિલા, ભાવનગરના 70 વર્ષના વૃધ્ધ, હરસુરપુર દેવળીયાના 46 વર્ષના આધ્ોડ, સનાળા ગામના 51 વર્ષના પુરૂષ, મોટા મુંજીયાસરના 70 વર્ષના પુરૂષ, અમરેલી બ્રાહ્મણ સોસાયટીના 65 વર્ષના વૃધ્ધા, બગસરાના નવા વાઘણીયાના 95 વર્ષના વૃધ્ધ, હનુમાનપરા વિસ્તારના 73 વર્ષના વૃધ્ધ અને ઓમનગરના 46 વર્ષના આધ્ોડના અમરેલીના બંને સ્મશાનમાં અને અમરેલીના જેશીંગપરાના કબ્રસ્તાનમાં ભીંગરાડ ગામ સહિત 2 કોરોના અને એક અન્ય મળી 3 મૃતદેહોની અંતિમ વિધી થઇ હતી.
અમરેલી શહેરમાં કોરોના વગર મૃત્યુ પામવામાં ચોરાપાના બાબુભાઇ મુળજીભાઇ ગંગેરા ઉ.વ.87, ઉકાભાઇ વશરામભાઇ ગોંડલીયા ઉ.વ.85, રોકડીયાપરાના ગભરૂભાઇ હિરજીભાઇ દાસોડીયા ઉ.વ.70, શંભુભાઇ રવજીભાઇ ચૌહાણ ઉ.વ.65, ચક્કરગઢ રોડના જેરામભાઇ ઉકાભાઇ ગોહીલ ઉ.વ.48, મણીનગરના મંજુબેન ભીખુભાઇ ઉનાગર ઉ.વ.70, ચિતલ રોડના શારદાબેન ધીરજલાલ ઉ.વ.92 નો સમાવેશ થાય છે.
બીજી તરફ અમરેલી ગાયત્રી મોક્ષધામના ટ્રસ્ટી શ્રી દિલીપભાઇ પરીખે અવધ ટાઇમ્સના માધ્યમથી ગાયત્રી મોક્ષધામમાં પણ લાકડાઓ ખુટી પડયા હોય ગામડેથી સેવાભાવી લોકો ગાયત્રી મોક્ષધામમાં લાકડા મોકલે તેવી અપીલ કરી છે અને જણાવ્યુ છે કે અંતિમ વિધી માટે અહીં ડીઝલનો ભઠ્ઠો છે પરંતુ તે બરોબર ચાલતો ન હોય તેમને યુધ્ધના ધોરણે રિપેર કરવામાં આવ્યો છે અને કોરોના તથા નોન કોરોનાના મૃતદેહોની અલગથી વિધીના ભાગ કરી દેવામાં આવ્યા છે.