અમરેલીની પ્રજાને દવામાં ભાવ વધારાનો આકરો ડોઝ અપાશે

અમરેલી,સામાન્ય રીતે ગરીબ તેમજ કરોડો રૂપીયાના મહેલમાં રહેતા લોકોને માંદગીના સમયે ડોકટરો દવા લખી આપતા હોય છે. ત્યારે અગાઉ એટલે કે આજથી એકાદ મહિના પહેલા જે દવાઓ જેમ કે હાર્ટ, ડાયાબીટીશ સહિતની દવાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા એક સપ્તાહ પહેલા એન્ટીબાયોટીક એન્ટી વાયરલ દવાઓમાં 30 ટકા સુધીનો ભાવ વધારો કરવાની કેન્દ્ર સરકારે મંજુર કરતા જેનો અમલ નવા નાણાકીય વર્ષથી એટલે કે 1 એપ્રિલથી થવાની શક્યતા છે. ત્યારે અમરેલી શહેરમાં 80 થી વધ્ાુ દવાનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા છે. મેડીકલ સ્ટોરના વેપારીઓને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે આ ભાવ વધારાથી અમરેલી શહેરની પ્રજા પર કરોડો રૂપીયાનો દવાનો બોજ દર વર્ષે દર્દીઓએ વેઠવો પડશે. દવાના વેપારીઓનો સંપર્ક સાધતા તેઓના જણાવ્યા પ્રમાણે દેશમાં આવેલી હજારો જેટલી દવાની કંપનીઓએ છેલ્લા કેટલાય વર્ષોથી અમુક રોગોની દવાના ભાવમાં કોઇપણ જાતનો આ વધારો કર્યો ન હતો. જો દવા બનાવતી કંપનીઓએ ભાવ વધારો કરવો હોય તો કેન્દ્ર સરકારની ફુડ એન્ડ ડ્રગ વિભાગની કંટ્રોલ ઓથોરીટી દ્વારા જો માન્યતા આપવામાં આવે તો જ દવા બનાવતી કંપનીઓ પોતાની પ્રોડકટની કિંમતમાં સરકાર દ્વારા સુચવવામાં આવેલ ભાવ વધારો કરી કશે છે. પરંતુ જો કંપની દ્વારા દવાની કિંમતમાં ભાવ વધારો કરવામાં ન આવે તો કેટલીક દવાઓને બનાવી પોષાય તેમ ન હોય. કંટ્રોલ કેટેગરીમાં આવતી અમુક પ્રકારના દર્દો જેવા કે હાર્ટ, ડાયાબીટીશ સહિતની વિવિધ દવાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા 30 ટકા ભાવ વધારો કરવાની છુટ આપવામાં આવી છે. દવાના હોલસેલ વેપારીના જણાવ્યા પ્રમાણે અમરેલી જીલ્લામાં વર્ષે કરોડો રૂપીયાની દવાનું ટન ઓવર થાય છે. અને સરકાર દ્વારા ભાવ વધારો મંજુર કરવામાં આવતા તે રકમમાં મામુલી વધારો થશે. દવાનો વેપાર કરતા મેડીકલ સ્ટોરના સંચાલકોના જણાવ્યા પ્રમાણે અગાઉ 4 રૂપીયા 85 પૈસામાં 5 ગોળી ડિસ્પીરીનની આવતી હતી તે હવે નવો ભાવ વધારો થતા આ ગોળીની કિંમત અંદાજે 11 રૂપીયાની આસપાસ થશે. દવાનો નવો ભાવ વધારો ચાલુ નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ મહિનાથી અમલમાં આવશે તેમ દવાઓના વેપારીઓનું કહેવુ છે. અમરેલી જીલ્લા કેમીસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસીએશનના ચેરમેન હરેશભાઇ વેકરીયાના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા 30 ટકા ભાવ વધારો કરવાની જે મંજુરી આપવામાં આવી છે તેનાથી દર્દીઓને કોઇ ખાસ ફેર પડે તેમ નથી.