અમરેલીની પ્રાથમિક શાળાઓની કાયાપલટ કરાવતા શ્રી જે.પી. સોજીત્રા

  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલીત
  • બધી જ સ્કુલોમાં સીસી કેમેરા અને બ્લેક બોર્ડને બદલે ગ્રીન બોર્ડ, કમ્પાઉન્ડ વોેલ, કલર કામ ઉપરાંત જુડો, કરાટેના વર્ગો શરૂ કરાવ્યા

અમરેલી,
અમરેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત અમરેલી શહેરની પ્રાથમિક શાળાઓની જડતી કાયાપલટ ચેરમેન શ્રી જે.પી.સોજીત્રાએ કરાવી છે સને. 2017 થી આજ સુધી શ્રી સોજીત્રા દ્વારા અનેક કામો થયા છે જેમાં 14 શાળાના એક જ કલરના બોર્ડ તૈયાર કરાવી ફીટ કરાવ્યા, બહારપરા કુમાર શાળામાં નવા ચાર રૂમ બનાવી આપ્યા, દોલતરાય પ્રા. શાળામાં ટોયલેટ અને ટાઇલ્સ રીનોવેશન, રી પથરી લેવલ તથા કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરાવવા કાર્યવાહી, ઉપરાંત જેશીંગપરા કુમાર શાળાના 8 રૂમમાં લીકવીફાઇડ ગલાવી અગાસીમાં ચાઇના મોજેક, તથા રોકડીયા પ્રા. શાળામાં બ્લોક બેસાડી કમ્પાઉન્ડ હોલ બનાવી, માણેકપરામાં ગ્રીલ બારી બારણા ટાઇલ્સનું કામ કરાવ્યુ તથા પોલીસ લાઇન શાળામાં 8 રૂમમાં અને લોબી બહાર કલર કામ, સમિતિની તમામ શાળાઓને એક હજાર જેટલા વિદ્યાર્થી તથા શિક્ષકોને ગાંધીબાગ ઓપન થીયેટરમાં નાસ્તા સાથે બાહુબલી ભાગ -1 ફિલ્મ બતાવ્યુ એન્જલ સીનેમામાં બાળ ફિલ્મ બતાવી અને ધો. 6 થી 8 ના વિદ્યાર્થીઓને અમદાવાદ સાયન્સ સીટીનો પ્રવાસ કરાવ્યો. આ રીતે બહારપરા, સુખનિવાસ, જેશીંગપરા, ભોજલપરા, હનુમાનપરા, શાળાઓમાં સુવિધાઓ વધારી હાલ ત્રણ શાળામાં જુડો કરાટેના વર્ગો શરૂ કરાવ્યા છે. અને બધી જ શાળાઓમાં સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા છે.
બીજી ત્રણ સ્કુલોમાં પણ યોગ કલાસ શરૂ કરાવ્યા છે. નગર શિક્ષણ સમિતિ સંચાલીત શાળાઓમાં મેથ્સ સાયન્સ લેબ માટે ધો. 6 થી 8 માટે નાગનાથ સર્કલ પાસે કડીયા નાકા ઉપર 22 બાય 10 નો હોલ બનાવવાનું કામ ચાલે છે. હાલ 2500 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ધો. 1 થી 8 માં અભ્યાસ કરાવાય છે.
સુખી પરિવારના માણેકપરામાં 100 નવા એડમીશન પણ થયા છે. આ ઉપરાંત હજુ પણ વધ્ાુ સુવિધા આપવા પ્રયત્નો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને 2000 નો વિદ્યા લક્ષ્મી બોન્ડ, ધો. 1 થી 8 ના તમામને શિષ્યવૃતી ગણવેશ, મફત પાઠયપુસ્તકો, સ્વાધ્યાય પોથી તથા શૈક્ષણિક કીટ મધ્યાહન ભોજન યોજના અને ધો. 1 થી 8 માં વિદ્યાર્થીનું અકસ્માતે મૃત્યુ થાય તો 50 હજાર અને તમામ વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી તથા દરેક શાળામાં વોટર ફીલ્ટર બાલ ક્રીડાંગણ અને બીએબીએસસી બીએડ તાલીમ બધ શિક્ષકો દ્વારા શિક્ષણ અને ધો. 8 પાસ થનાર વિદ્યાર્થીને સરકાર તરફથી સાયકલ વિતરણ કરવામાં આવે છે. આમ જરૂરી સરકારી તમામ લાભો મળતા હોવાનું ચેરમેન જે.પી.સોજીત્રાએ જણાવ્યુ છે.