અમરેલીની બજારમાં રંગબેરંગી દિવડા ફાનસ જેવી અનેક ચીજવસ્તુઓ દેખાઇ

  • દિવાળી વધાવવા વેપારીઓએ ભારે તેૈયારીઓ કરી પણ ગ્રાહકોમાં નિરાશા

અમરેલી,અમરેલી હોય કે અમદાવાદ દિવાળી પર્વનો એટલો ઉત્સાહ હોય છે કે બજારમાં લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ અને લોકોની ડિમાન્ડ આધારે વેપારીઓ ખરીદી કરતા હોય અને લોકો પણ ટ્રેન્ડ પ્રમાણે માલ ખરીદે છે.અમુક ચિજવસ્તુઓ એવી છે કે જેના વિના તહેવાર નિરશ લાગે.દિવાળી પર્વ હોય તો રંગબેરંગી દિવડા, ફાનસ, સ્ટાર, સીરીઝોનું આકર્ષણ રહે છે.તેથી અમરેલીની બજારોમાં દિવડા ફાનસ જેવી અનેક ચીજવસ્તુઓ જોવા મળે છે. જોકે ચાઇનાની ચીજવસ્તુઓ આ વખે બજારમાં દેખાતી ન હોવાથી ખરીદી પણ નથી કારણકે ચાઇનાનાી ચીજવસ્તુઓ સસ્તી અને સારી હોવાથી લોકો ખરીદે છે. જોકે સ્વદેશી બનાવટની ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓ માં કોઇ ખરીદી જોવા મળતી નથી.