અમરેલીની બેંકોમાં હડતાળ : વિજ કર્મચારીઓના સુત્રોચ્ચાર

સહકારી અને ખાનગી સિવાયની તમામ રાષ્ટ્રિયકૃત બેંકોએ સજ્જડ હડતાળ પાડી પગાર સહિતની માંગણીઓ માટે રોષ વ્યક્ત કર્યો

ખાનગીકરણ કરવાના વિરોધમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતીના નેજા હેઠળ અમરેલીમાં વિજ કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર

અમરેલી,લોકડાઉન પછી લાંબા સમયે અમરેલી જિલ્લામાં આંદોલનોના મંડાણ જોવા મળ્યા છે પગાર સહિતના પ્રશ્ર્ને રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા બંધ પળાયો હતો અને ખાનગીકરણ કરવાના વિરોધમાં વિજ કર્મચારીઓ દ્વારા અમરેલીમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં અમરેલી, જાફરાબાદ, રાજુલા, બાબરા, બગસરા, લીલીયા, સાવરકુંડલા, ચલાલા, વડીયા, કુંકાવાવ, લાઠી સહિત ગામોમાં બેંકો સજ્જડ બંધ રહી હતી બેંક વર્કસ યુનીયને કમર્ચારીઓ સહિતના પગાર પ્રશ્ર્ને અવાર નવાર રજુઆતો કર્યા બાદ પણ પ્રશ્ર્નનો ઉકેલ ન આવતા યુનીયને આપેલ ચીમકી મુજબ આજે રાષ્ટ્ર વ્યાપી બેંક હડતાલનું એલાન અપાતા અમરેલીની રાષ્ટ્રીયકૃત બેંકો પણ સજ્જડ બંધ રહી હતી અને બેંકોનું ટ્રાજેક્શન ઠપ થઇ ગયુ હતુ જો કે સહકારી બેંકો હડતાલમાં જોડાઇ ન હતી અમરેલી જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની બેંકોએ પણ બંધ પાળ્યો હતો અને કમર્ચારીઓએ સુત્રોચચાર કરી પોતાની માંગણી રજુ કરી હતી. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જીઇબી એન્જીનીયરર્સ એસોસીએશન, જીઇબી સુપરવાઇઝરી સ્ટાફ ઓસોસીએશન, શ્રી વિજળી કર્મચારી મહામંડળ, ગુજરાત વિદ્યુત ટેકનીકલી કર્મચારી મંડળ, ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળની ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતી દ્વારા વિજ કંપનીઓનું ખાનગીકરણ કરવાના વિરોધમાં દેશભરના 15 લાખ વિજ કર્મચારીઓની સાથે અમરેલીમાં પણ પીજીવીસીએલ કચેરી ખાતે વિજ કર્મચારીઓએ ખાનગીકરણ અટકાવવા માટે અમરેલી વર્તુળ કચેરીના અધિકારીઓ કર્મચારીઓની સંકલન સમિટી દ્વારા ખાનગીકરણનો વિરોધ કરી સુત્રોચ્ચાર કર્યો હતો તેમ શ્રી કડછાએ જણાવ્યુ છે.