અમરેલીની બ્રાહ્મણ સોસાયટી પાસે દિપડો ઝળકતા ફફડાટ

  • અમરેલીની બ્રાહ્મણ સોસાયટી પાસે દિપડો ઝળકતા વ્યાપેલો ફફડાટ

અમરેલી,
અમરેલીની બ્રાહ્મણ સોસાયટી પાસે આવેલ ટેલીફોન ક્વાર્ટર વિસ્તારમાં સમી સાંજે દિપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે છેલ્લા દોઢ મહિનાથી અમરેલીમાં દિપડો ધામા નાખીને પડયો હોય તેમ અગાઉ તો છેક નાના બસ સ્ટેન્ડ ચોકમાં આવી ગયો હતો ત્યાર બાદ ચિતલ રોડે ઠેબી ડેમ પાસે દેખાયો હતો અને નજીકના વરૂડી, જેશીંગપરા આસપાસ પણ જોવા મળેલ હવે તેના નિશાન ઠેક ઠેકાણે હોય તેમ આજે સાંજે ટેલીફોન ક્વાર્ટર પાસે તે જોવા મળ્યો હતો.
આ જગ્યા પાસે દિપડાની સાથે અગાઉ દિપડાના બચ્ચાના પણ સગડ જોવા મળતા આ દિપડો પોતાના બચ્ચા સાથે હોય તેમ મનાઇ રહયુ છે. વન તંત્ર આ દિપડો કોઇનો જીવ લે કે પછી દિપડાને કોઇ મારે તે પહેલા પકડી અને સલામત જગ્યાએ ખસેડે તેવી માંગણી ઉઠવા પામી છે.

અમરેલીમાં હજારો લોકો ઝુપડપટ્ટીમાં સુવે છે તેમની ઉપર પણ જોખમ : અગાઉ વરસડામાં માનવભક્ષી દિપડાને ઠાર મારી અમરેલી બાલભવનમાં રખાયેલ

દિપડાના આંટાફેરાને કારણે વહેલી સવારના વોકર્સ અને શહેરીજનોમાં ફફડાટ છે કારણકે અગાઉ અમરેલી પાસે દિપડો માનવભક્ષી બનેલ હતો અને નજીકના વરસડામાં તેને ઠાર મારી સ્ટફીંગ કરી (મસાલો ભરી) અમરેલીના મ્યુઝીયમમાં રાખવામાં આવ્યો છે હાલમાં અમરેલીમાં હજારો લોકો ઝુપડપટ્ટીમાં સુવે છે તેમની ઉપર પણ દિપડાને કારણે જોખમ છે.
કારણકે અમરેલીના લોકોને દિપડાનો કોઇ અનુભવ નથી.