અમરેલીની મહિલાને રીંગ હાઈફેક્સમાં રોકાણ કરાવી 32 લાખની છેતરપીંડી

અમરેલી,
અમરેલીમાં શીવ પાર્ક સોસાયટી મુળ બાબાપુરની ભાવનાબેન હીતેષભાઈ જોષીને પંકજ મનસુખભાઈ વઘાસીયા રહે.બાબાપુર હાલ અમરેલી, ગૌરવ સોજીત્રા રહે અમદાવાદ, રવિરાજસિંહ દિગ્વીજયસિંહ વાઘેલા રહે.ભાવનગર, શક્તિસિંહ દિગ્વીજયસિંહ વાઘેલા રહે.ભાવનગર, કેતન વાટલીયા રહે.સાવરકુંડલા, અક્ષયસિંહ વાઘેલા રહે.પાલીતાણા, ઉમેશ પી. લાડોલીયા રહે.સુરત વાળાએ ગુગલપે તેમજ ચેકથી પંકજએ રીંગ હાઈફેક્સ નામની એપ્લીકેશનમાં રોકાણ કરાવડાવી ભાવનાબેનનું આઈડી પાસવર્ડ આપી નાણાં રોકડ, ગુગલપે તેમજ ચેકથી મેળવી સારૂ વળતર મળશે તેવી લાલચ આપી ભરોશો અને વિશ્ર્વાસ આપી અને રૂ.32,00,000 ની રકમ છેતરપીંડી કરી ગુનો કર્યાની અમરેલી સાઈબર ક્રાઈમમાં ફરીયાદ કરતા આ બનાવની તપાસ પીએસ આઈ પી.બી.ચાવડા ચલાવી રહ્યા છે.