અમરેલીની રાધીકા હોસ્પિટલમાં ઉપરના ભાગે કોવિડ હોસ્પિટલ શરૂ

દર્દીઓને રિપોર્ટ કરાવવા માટે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં મોકલવામાં આવે છે

અમરેલી,સાવરકુંડલામાં તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરાયા બાદ આજે અમરેલીની રાધીકા હોસ્પિટલના ઉપરના ભાગમાં અલાયદુ હલાણ કરી અને કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે પરંતુ અહીં આવનારા દર્દીઓને રિપોર્ટ કરાવવા માટે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં મોકલવામાં આવતા હોય અહીં જ દર્દીઓના રેપીડ થાય અને દાખલ કરી સારવાર મળે તેવી વ્યવસ્થા જરૂરી છે કારણકે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં માત્ર આરટીપીસીઆર થાય છે અને તેનો રિપોર્ટ 11 કલાકે આવતો હોય ત્યાં સુધી શંકાસ્પદ દર્દીઓનું ભારણ શાંતાબા ગજેરા હોસ્પિટલમાં વધવાની શક્યતા રહે છે.