અમરેલીની વિવિધ સંસ્થાઓએ પણ જેશીંગપરાની દુકાનોને રેગ્યુલાઇઝ કરી આપવાની માંગણી કરી

અમરેલી,અમરેલીના જેસિંગપરામાં 21 દુકાનોના પ્રશ્ર્ને કથિત વિવાદ અંગે અમરેલી શહેરને વિવિધ સેવાકીય સંસ્થાઓ (કેૈલાશમુકિતધામ સહિત)એ પણ જેસિંગપરાના વેપારીઓને સમર્થન આપી નાના વર્ગના વેપારીઓની રોજીરોટી ન છીનવાઇ તે માટે સરકાર માં પણ રજુઆતકરી દુકાનો રેગ્યુલાઇજ કરી આપવા અને નાના વેપારીઓને સહયોગી બનવા માંગણી કર્યાનું શ્રી બાલાભાઇ વઘાસીયા, મગનભાઇ કાબરીયા, વિઠ્ઠલભાઇ બાંભરોલીયા, દિનેશભાઇ બાંભરોલીયા, સંજયભાઇ બાંભરોલીયા, મગનભાઇ ભગવાનભાઇ કાબરીયા, હિંમતભાઇ બાબુભાઇ કાબરીયા, ભગવાનભાઇ અને અન્ય ટ્રસ્ટીઓએ પણ સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું છે. દુકાનોને કારણે અનેક પરીવારોની આર્થિક સ્થિતિ વધારે કથળી જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.ત્યારે સતાધીશોએ પણ ગંભીરતાથી વિચારવુ જોઇએ તેમ શાકભાજી કમિશન એજન્ટ એસોશિયેશનના શ્રી ધનશ્યામભાઇ રૈેયાણી, ભાવેશભાઇ આડતીયા, અરવિંદભાઇ વડેરીયા, દિનેશભાઇ ભાલાળા, પ્રદિપભાઇ પોપટ, સાજીદભાઇ ડોઢીયા, સલીમભાઇ લાખાણી , મહેબુબભાઇ અગવાન, વાહીેદભાઇ અગવાન, સંજયભાઇ મશરૂ, ચંદ્રેશભાઇ અને ઇકબાલભાઇ ડબ્બાવાલા, સાજીદભાઇ ડબ્બાવાલા સહીતે સમર્થન આપી જણાવ્યું છે કે લોકડાઉન અને મંદીના માહોલમાં અનેક લોકો બેરોજગાર બની ગયા છે અનેક લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે ત્યારે દુકાનો રેગ્યુલાઇજ પણ કરી દેવી જોઇએ તેમ સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું છે.