અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં કોરોનાના વધ્ાુ 6 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયાં

અમરેલી,આજે બુધવારે અગાઉના લેવાયેલા તમામ કોરોના સેમ્પલમાંથી એક પેન્ડીંગને બાદ કરતા તમામ નેગેટીવ આવતા આજ સુધી અમરેલી જિલ્લો કોરોના સામે અભેદ કિલ્લો રહયો છે.બુધવારે અમરેલી જિલ્લા બહારથી 55 લોકો આવ્યાં હતા અને જિલ્લામાં હજુ પણ 3280 લોકો પોતાના ઘરમાં નજરકેદ છે જ્યારે 271 લોકો સરકારી ફેસેલીટીમાં મહેમાન છે.
દરમિયાન અમરેલીમાં કોરોનાના વધ્ાુ 6 શંકાસ્પદ દર્દીઓ આવ્યા છે અને તેમના સેમ્પલ ભાવનગર લેબોરેટરીમાં મોકલાયા છે.જેમાં અમરેલીના ગાવડકાનો 13 વર્ષનો દર્દી, સાવરકુંડલાના કાનાતળાવની 35 વર્ષની મહિલા, અમરેલીના એસટી ડેપોની બાજુમાં આવેલ હોલીવુડમાં રહેતો 7 વર્ષનો બાળક, ટાવર રોડ વિસ્તારની 1 વર્ષનો બાળક, અમરેલીના ખીજડીયાના 35 વર્ષના દર્દી અને બ્રાહ્મણ સોસાયટીના 23 વર્ષના દર્દીના સેમ્પલ લેવાયાં છે.
જ્યારે જિલ્લામાં શરદી તાવ ઉધરશની બિમારી વાળા અગાઉ 418 દર્દીઓના સેમ્પલ લેવાયા હતા જે નેગેટીવ આવ્યા છે અને બુધવારે વધ્ાુ 32 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે તે સહિત 33 નો રીર્પોટ પેન્ડીંગ છે જ્યારે આજે બુધવારે રેપીડ ટેસ્ટ કરાયો ન હતો.