અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ કોરોના સામે લડવા સજ્જ

અમરેલી,
અમરેલીમાં કોરોના સામે લડવા માટે શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ દ્વારા અભુતપુર્વ તૈયારીઓ કરવામાં આવી છે.
હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી વસંતભાઇ ગજેરાના માર્ગદર્શન હેઠળ કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણી દ્વારા કોરોના સામે લડવા હોસ્પિટલમાં વિશેષ પગલાઓ લેવામાં આવ્યા છે.
કોરોના વોર્ડમાં દર્દી અને તબીબી સ્ટાફ માટે વિશેષ ડીસ્પોઝેબલ કપડા બનાવાયા છે અને તેમા પણ શંકાસ્પદ અને પોઝીટીવ માટે અલગ વિભાગ રખાયા છે અને કોરોના માટેના વોર્ડમાં જ પોર્ટેબલ એકસે મશીન રખાયું છે જેને કારણે દર્દીને વોર્ડ બહાર કાઢવાની જરુર ન પડે. જયારે હોસ્પિટલમાં સાદા ફલુ માટે પણ અલગ સુવિધાઓ ઉભી કરાઇ છે તેના માટે અલગ ઓપીડી અને અલગ વોર્ડ રાખવામાં આવ્યો છે તથા તેની કેસબારી પણ અલગ રખાઇ છે અને દવાની બારી પણ અલગ રાખવામાં આવી છે. આખી હોસ્પિટલમાં અલગ ફલુ કોર્નર બનાવાયો છે.શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી વસંતભાઇ ગજેરા સતત અમરેલી સંપર્ક માં છેેે અને તેમણે સ્ટાફને રહેવા તથા જમવા માટે વિનામુલ્યે હોસ્પિટલ તરફથી સુવિધાઓ ઉભી કરાવી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં બીપી.ડાયાબીટીસ,હદયરોગ જેવી કાયમી દવાઓ લેનારને પંદર દિવસને બદલે એક મહીનાની દવાઓ આપી દેવામાં આવી છે અને આવા દર્દીને બદલે હાલના સંજોગોમાં કેસ લઇને આવનારા તેના સબંધીને દવા આપી દેવામાં આવશે અને ગંભીર બીમારી ન હોય તેને રજા આપી દેવામાં આવી છે તેમ શ્રી ધાનાણીએ જણાવ્યું હતુ.