અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના કોરોનાના વધ્ાુ ત્રણ શંકાસ્પદ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા

અમરેલી,અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં રોજે રોજ કોરોનાના લક્ષણો સાથે શંકાસ્પદ કેસો આવી રહયા છે ત્યારે આજે બુધવારે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના કોરોનાના વધ્ાુ ત્રણ શંકાસ્પદ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા જેમા બાબરા ઉંટવડના યુવાન તથા લાઠીની મહીલા અને રાજુલાના મોરંગી ગામના યુવાનનો સમાવેશ છે આ ત્રણેયના અમરેલીમાં સેમ્પલ લેવાયા હતા અને આજે સાંજ સુધીમાં તમામના રિપોર્ટ આવી જાય તેવી શકયતાઓ છે.