અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોના ટેસ્ટીંગ માટેનું ટ્રુનેટ મશીન ઇન્સટોલ થઇ ગયું

અમરેલી,
કોરોના પોઝિટિવ છે કે કેમ તેની પ્રાથમિક માહિતી તરત મળે તે માટે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોના ટેસ્ટીંગ માટેનું ટ્રુનેટ મશીન ઇન્સટોલ થઇ ગયું છે.અને સરકારમાંથી હોસ્પિટલ દ્વારા ટેસ્ટીંગની પ્રક્રિયા શરૂ કરવા મંજુરી માંગવામાં આવી છે પણ ત્રણ દિવસે પણ સરકારી તંત્રમાંથી કોઇ જવાબ ન મળ્યો હોવાનું જાણવા મળેલ છે.
કોરોના ટેસ્ટીંગ માટે સરકાર દ્વારા અંદાજિત 6 હજાર રૂપીયા જેવો ખર્ચો એક રિપોર્ટ માટે થાય છે ત્યારે અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ઇન્સટોલ થયેલા ટ્રુનેટ મશીનમાં ટેસ્ટીંગનો ખર્ચ સાડા ત્રણ હજાર જેવો થનાર હોવાનું જાણવા મળેલ છે.