અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ દર્દીઓથી છલકાઇ

  • બુધવારે કોરોનાનો વિસ્ફોટ, એક સામટા સોળ કેસ આવ્યા : રાધીકાના તમામ દર્દીઓને રીફર કરાતા
  • હાલમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં 82 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવારમાં : પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા વોર્ડમાં ડોકટર સહિત સ્ટાફની વધારાની ટીમ તૈનાત કરી દેવાઇ
  • બપોરના સમયે દર્દીઓને વેઇટીંગમાં રાખવા પડે તેવી હાલત ઉભી થઇ જતા શંકાસ્પદ દર્દીઓને એલડી ગજેરા હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા : તંત્ર દ્વારા આગોતરું આયોજન

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
બુધવારે જિલ્લામાં કોરોનાના એક સામટા સોળ કેસ આવ્યા હતા અને રાધીકા હોસ્પિટલમાં ઓક્સિજનની પાઇપલાઇન નાખવા માટે હોસ્પિટલને ખાલી કરાતા તેમના તમામ દર્દીઓને શાંતાબા ગજેરા હોસ્પિટલમાં રીફર કરાતા અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ દર્દીઓથી છલકાઇ ગઇ હતી અને બપોરના સમયે તો દર્દીઓને વેઇટીંગમાં રાખવા પડે તેવી હાલત ઉભી થઇ જતા શંકાસ્પદ દર્દીઓને એલડી ગજેરા હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા આગોતરું આયોજનકરાયુ છે હાલમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં 82 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવારમાં છે અને લેબ. રિપોર્ટ મોડો આવતા શંકાસ્પદ દર્દીઓનો વોર્ડ ભરેલો રહે છે બીજી તરફ એક સાથે 82 દર્દીઓ એકત્ર થતા દર્દીઓને સઘન સારવાર મળી રહે તે માટે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનાં વોર્ડમાં ડોકટરની સંખ્યા બમણી કરાઇ છે અને નર્સીગ સ્ટાફ સ્વીપરની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે જ્યારે કોરોનાની લોબીમાં પણ મોનીટરીંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે અને એ ઉપરાંત પોઝિટિવ દર્દીઓને ટોયલેટ જવા માટે પણ જો સ્ત્રી હોય તો લેડીઝ સ્ટાફ અને જેન્ટસ હોય તો જેન્ટસ સ્ટાફ ટેકો આપી લઇ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે બુધવારે એક સાથે જાફરાબાદના ટીંબીમાં 47 વર્ષના પુરૂષ, જાફરાબાદમાં 66 વર્ષની મહિલા અને 65 વર્ષના પુરૂષ તથા રાજુલામાં 40 વર્ષના બે પુરૂષ અને રાજુલાના કોટડીમાં 27 વર્ષના યુવાન જ્યારે સાવરકુંડલાના આંબરડીમાં પતિ પત્ની અને પુત્રી એમ ત્રણ પોઝિટિવ એક સાથે આવ્યા હતા જ્યારે આ પરિવારના બીજા બે શંકાસ્પદ બાળકોને પણ દાખલ કરાયા છે આંબરડી ઉપરાંત દામનગરમાં 32 વર્ષનો યુવાન , ધાર ગામે 22 વર્ષનો યુવાન, ખાંભાની આધ્ોડ મહિલા, કુંડલાના લુવારાના યુવાન, લાઠીના શેખ પીપરીયાના આધ્ોડ, બગસરાના 64 વર્ષના વૃધ્ધ અને મોટા આંકડીયાના 28 વર્ષના યુવાનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 259 થઇ છે જેમાં 161 લોકો સાજા થઇ ઘેર ગયા છે અને 82 લોકો સારવારમાં છે.