અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીના બંધ પડેલા હદયને ચાલુ કરી જીવતદાન અપાયું

  • 6 વર્ષ પહેલા બાયપાસ સર્જરી કરાવેલ દર્દી કોરોના પોઝિટિવ આવ્યા 
  • દર શનિવારે રાત્રે કોરોનાના વૃધ્ધ દર્દીઓ ઉપર જોખમ ઉભુ થાય છે : અમરેલીના દર્દીનું હદય બંધ પડયુ અને તબીબોએ પંપીંગ કરી હદય ચાલુ કર્યુ અને આખી રાત ઓબઝર્વેશન રાખ્યું : દર્દી બચી ગયા

અમરેલી,
કોરોનાના સમયે અનેક અવનવા બનાવો સામે આવી રહયા છે પ્રાણ ઘાતક વાયરસ કોરોના અમુક લોકો માટે સાવ સહજ સાબિત થઇ રહયો છે તો 60 વર્ષની ઉપરની ઉમરના દર્દીઓ માટે મોટા ભાગના કિસ્સામાં જીવલેણ સાબિત થઇ રહયો છે ત્યારે શનિવારે રાત્રે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં વધ્ાુ એક ચમત્કાર કહી શકાય તેવો હોસ્પિટલની ટીમની યમરાજ સામેની સફળ લડાઇનો કિસ્સો સામે આવ્યો છે.
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં શનિવારે રાત્રે અમરેલી શહેરના વૃધ્ધ દર્દીને શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા 2014 માં બાયપાસ સર્જરી કરાવેલ આ દર્દીનો પહેલો રિપોર્ટ નેગેટીવ હતો પણ તેના લક્ષણો કોવિડ જેવા જણાતા તેમને શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરી આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યુ હતુ આ અરસામાં શનિવારે રાત્રે આ દર્દીનું ઓક્સિજન લેવલ ઓછુ થયુ હતુ અને તેમનું હદય ધબકતુ બંધ થયુ હતુ થોડા દિવસો પહેલા જ બંધ હદયને ડોકટરોએ શોક આપી શરૂ કર્યુ હતુ પણ આ દર્દી માત્ર 6 કલાક જ જીવેલ ડોકટરોની ટીમ દ્વારા અગાઉના અનુભવને કામે લગાવી અને આ દર્દીનું હદય બંધ પડી જતા તાત્કાલીક પંપીંગ કરવામાં આવેલ અને દર્દીના આત્મબળ અને ડોકટરોની મહેનત સફળ થતી હોય તેમ તેમના શ્વાસોશ્વાસ ફરી શરૂ થયા હતા અને અગાઉના અનુભવે આ વખતે ડોકટરોએ આ દર્દી ઉપર સતત મોનીટરીંગ રાખ્યુ હતુ બીજે દિવસે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પણ આ દર્દીનો જીવ બચી ગયો હતો હવે ત્રણ દિવસે તે આઇસીયુમાંથી જનરલ વોર્ડમાં છે અને તેની તબીયત પણ સ્થિર થઇ ગઇ છે.