અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ક્રીટીકલ કન્ડીશનમાં આવેલા એક વર્ષના બાળક ફરી ઘુઘવાટા મારતું થયું : રજા અપાઇ

અમરેલીના દહીડા ગામના ખેતમજુરનાં બાળકને વેન્ટિલેટર ઉપર રખાયેલ તબીબોએ બચાવી લીધ્ાું : સાત ચોકડી ડાયાબીટીસને કાબુમાં લઇ સાજુ કરાયું
અમરેલી,
કોરોનાના કહેર વચ્ચે જીવનમરણ વચ્ચે જોલા ખાતા અને ડોક ઢાળી દિધ્ોલી હાલતમાં અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ક્રીટીકલ કન્ડીશનમાં આવેલા એક વર્ષનું બાળક ફરી ઘુઘવાટા મારતું થઇ જતા આજે તેમને રજા અપાઇ હતી.
અમરેલીના દહીડા ગામના ગરીબ ખેતમજુરના બાળકને શહેરની અન્ય હોસ્પિટલમાં લઇ જવાયેલ પણ કોઇએ તેનો હાથ ન પકડતા અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજમાં આ બાળકનો કેસ લેવાયો હતો કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાાણીએ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી શોભનાબહેન મહેતા ની સાથે ચર્ચા કરી ઇમરજન્સીમાં બાળકો માટેની ટીમ બનાવી હતી.
અને ત્રણ દિવસની મહેનતના અંતે વેન્ટિલેટર ઉપર રખાયેલ આ બાળકને બચાવવામાં તબીબોને સફળતા મળી હતી. આ બાળક માટે મહેનત કરનારા તમામને શાંતાબા ગજેરા ટ્રસ્ટના ચેરમેન શ્રી વસંતભાઇ ગજેરાએ અભિનંદન આપી બીરદાવ્યા હતા અને કોઇ પણ પ્રકારની નાણાકીય કે જગ્યાઓની સગવડતા માટે ન અચકાવા સુચના આપી હતી.