- પ્રેમલગ્ન કરનાર અમરેલીની યુવતીએ આખરે પોલીસની મદદ માંગી
- પન્નીના નામે પાંચ લાખની લોન લીધી : જયા સુધી પત્નીએ ગાડીના હપ્તા ભર્યા ત્યા સુધી રાખી અને ટૂંકા પગારમાં હપ્તો ન ભરી શકતા પુત્ર સાથે કાઢી મુકી
અમરેલી,
અમરેલીેના શિક્ષીત સમાજનો આંખ ઉઘાડનારો કિસ્સો પોલીસ ચોપડે ચડયો છે આજથી દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર પરિણીતાને પતિ સહિતના સાસરીયાએ પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુકયાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીની તાલુકા હેલ્થ ઓફીસમાં ફરજ બજાવતા ઉર્વશીબેન નટવરલાલ ડાભીએ શહેર પોલસીમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પ્રેમલગ્ન 2010ની સાલમાં નટવરલાલ સવજીભાઇ ડાભી સાથે થયા હતા અને હાલમાં તેમને સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર વિવાન છે.
થોડા સમય રોકડીયા પરામાં રહેતા સંયુકત પરિવારે આ યુવતીને સાચવી હતી અને પછી પ્રોત પ્રકાશ્યુ હતુ તેણીની સાસુ નર્મદાબહેન અને જેઠ નરેશભાઇએ તુ ભાગીને આવી છો કંઇ લાવી નથી તારા પિતા પાસેથી પાંચ લાખ લઇ આવ તેમ કહી ત્રાસ આપવાની શરૂઆત કરી હતી અને તેને કારણે તેણીણો પતિ પણ તેને માર મારતો હતો જેના કારણે પતિ સાથે તેણી જેસીંગપરામાં ભાડાના મકાનમાં રહેવા આવેલ ત્યા પણ સર્ગભાવસ્થામાં તેણીને ત્રાસ આપેલ અને બે વખત એક એક લાખ અને એક વખત ત્રણ લાખની લોન ઉર્વશીના નામે તે નોકરી કરતી હોવાથી તેણીના પતિએ મેળવી હતી અને તેણે લીધ્ોલી જુની ઇનાવાના ભાડાનો આવક તેનો પતિ રાખતો હતો અને ગાડીના હપ્તા ઉર્વશીે ભરતી હતી પણ તેણી ટુકા પગારમાં પુરુ ન કરી શકતા અને ગાડીના હપ્તા ન ભરી શકતા તેના પતિએ મે તારી આવક માટે જ તારી સાથે લગ્ન કર્યા હતા કહી ત્રાસ આપી પુત્ર સાથે પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મુકતા ઉર્વશીએ પતિ નટવરલાલ,સાસુ નર્મદાબેન,સસરા સવજીભાઇ ડાભી અને જેઠ નરેશભાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.