અમરેલીની શ્રી શાંતાબા ગજેરા હોસ્પિટલ દ્વારા કોરોનાનાં દર્દી માટે અનોખી સુવિધા ઉભી કરાઇ

  • કોરોનાના દર્દીના પરિવારને ત્રણેય સમય દર્દીની સ્થિતી જણાવાશે
  • શાંતાબા ગજેરા હોસ્પિટલમાં 40 નંબરનો રૂમ માહિતી માટે ખુલ્લો મુકવામાં આવ્યો : સવારે 8 થી સાંજે 8 સુધી મોબાઇલ ઉપર માહિતી મળશે
  • અમરેલી, અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ દ્વારા કોરોનાનાં દર્દી માટે અનોખી સુવિધા ઉભી કરાઇ છે અહીં કોરોનાના દર્દીના પરિવારને ત્રણેય સમય દર્દીની સ્થિતી જણાવાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં 40 નંબરનો રૂમ માહિતી માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે સવારે 8 થી સાંજે 8 સુધી મોબાઇલ ઉપર માહિતી મળશે કોરોનાના દર્દીના સગાએ એક ફોર્મ તેમના મોબાઇલ નંબર સાથે ભરી આ રૂમમાં આપવાનું રહેશે અને દર્દીની વખતો વખતની સ્થિતી ત્રણેય વખત ફોન દ્વારા ફોર્મમાં જે નંબર અપાયો હોય તે પરિવારજનને આપવામાં આવશે. કોરોનાના વોર્ડમાં દર્દીને સાથે તેના પરિવારજનોને રહેવા દેવામાં આવતા નથી તેના માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.