અમરેલી, અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલને બદનામ કરી રોગચાળો ફેલાવવાની ખતરનાક ચાલ સામે આવી છે કોઇ વિઘ્નસંતોષીઓ હોસ્પિટલના દરવાજા પાસે બાયોમેડીકલ વેસ્ટ નાખી જતા લોકો ચોંકી ઉઠયા છે અને આ કોરોના મહામારી ફેલાવવાનું કાવત્રુ છે કે પછી હોસ્પિટલને બદનામ કરવાનો કારસો ? તેની અટકળો ચાલી રહી છે આ અંગે હોસ્પિટલના ચીફ ઓપરેટીંગ ઓફીસર દ્વારા શહેર પોલીસમાં ફરિયાદ કરાઇ છે આવી કટોકટીના સમયે આ ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામેલ છે.