અમરેલીની સીમને ધ્રુજાવતો દિપડો : શહેર પછી વરૂડીમાં દેખાયો

  • લાઠી રોડે ટેલીફોન ક્વાર્ટર,જેશીંગપરામાં પણ વાવડ

અમરેલી,
ગત નવેમ્બરના પ્રારંભે અમરેલી શહેરમાં નાના બસ સ્ટેન્ડ સુધી આંટો મારી ગયેલ દિપડો અમરેલી પંથકમાં રોકાઇ ગયો હોવાની શંકા પ્રબળ બનતી હોય તેમ આજે દિપડો અમરેલીના જેશીંગપરા અને વરૂડીમાં ઝળક્યો હોવાની ચર્ચાથી વાડી ખેતરોમાં કામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે વરૂડી અને જેશીંગપરાના અંબીકાનગર વિસ્તારમાં દિપડો દેખાયાના સમાચારે ફફડાટ ફેલાવ્યોે હતો તો પંદરેક દિવસ પહેલા અમરેલીના લાઠી રોડે આવેલ બ્રાહ્મણ સોસાયટી પાછળના ટેલીફોન ક્વાર્ટર પાસે આવેલી આંગણવાડીમાં પણ એક દિપડો અને બચ્ચાના પગલા જોવા મળ્યા હતા જ્યારે અમરેલી શહેરમાં 30મી ઓકટોમ્બરે દેખાયેલ દિપડો સુખનિવાસ કોલોનીના ક્વાર્ટરમાં વોકીંગ ઉપર નીકળેલા જાણીતા આર્કીટેક શ્રી કિશોરભાઇ જાનીએ જોઇ અને સબંધીતોને જાણ પણ કરી હતી આ દિપડો અમરેલીની આસપાસ જ રહી ગયો હોય તેવી પુરી શક્યતા છે.દિપડો અમરેલીની આસપાસમાં હોવાની શક્યતા એ માટે પણ વધી જાય છે કે, અમરેલી ઠેબી ડેમના પાળા પાસે અવધ રેસીડેન્સી સામે, સાવરકુંડલા રોડ બાયપાસ, અમરેલીના ધારી અને કુંડલા રોડની વચ્ચે જાહેરમાં નખાતો નોનવેજનો કચરો તથા સીમ વિસ્તારમાં અને ઔદ્યોગીક વિસ્તારમાં રહેતા પરપ્રાંતીઓ દ્વારા થતા નોનવેજના ઉપયોગ અને તેને જાહેરમાં ફેંકી દેવામાં આવતા આ દિપડાને અમરેલી ફાવી ગયુ હોય અને તે અહીં જ રહી ગયો હોય તેવુ જાણકારો માની રહયા છે.