અમરેલીની સ્ટેટ જીએસટી કચેરીમાં પાંચ પોઝિટિવ કેસ આવતા ફફડાટ

  • કલાસ વનથી માંડી વર્ગ ત્રણ સુધીના કર્મચારીઓ લપેટમાં
  • અનેક લોકોને કચેરીમાં જવુ પડતુ હોય કચેરીના સ્ટાફને કવોરન્ટાઇન કરવો જરૂરી

અમરેલી,
અમરેલીની સ્ટેટ જીએસટી કચેરીમાં ક્લાસ વન થી વર્ગ-3 સુધીના સ્ટાફમાં કોરોના પોઝિટિવ આવતા આ કચેરીમાં અનેક લોકો કામે આવતા હોય તેમાં અને બાકીના સ્ટાફમાં પણ ઉચાટ ફેલાયો છે અને સ્ટાફને તેમની અને લોકોની સલામતી માટે કવોરન્ટાઇન કરવો જોઇએ તેવી લાગણી ફેલાઇ છે.
આવા સંજોગોમાં કચેરી દ્વારા તાકીદના પગલાં પણ એટલા જ જરૂરી બન્યા છે કારણ કે આ કચેરીનો સ્ટાફ 14 થી 15 જેટલા છે અને તેમાંય 5 જેટલા લોકોને કોરોના પોઝિટિવ આવતા બાકી નો સ્ટાફ પણ સંક્રમિત હોય તો નવાઈ નહી લોકો અને સ્ટાફ હિતમાં આ કચેરીને હાલ પૂરતી બંધ રાખવી જોઈએ તેમ લોકો કહી રહ્યા છે.