અમરેલીની સ્માર્ટ સ્કુલની મુલાકાતે કેન્દ્રીય શિક્ષણમંત્રી

અમરેલી,
અમરેલીમાં ભારત સરકારના શિક્ષણમંત્રી ડો. સુભાષ સરકારે સ્માર્ટ ક્લાસ ધરાવતી સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલની મુલાકાત લીધી હતી અને તેને દિલ્લીની સ્કૂલ સાથે સરખામણી કરીને દિલ્લીમાં કેજરીવાલ સરકાર દ્વારા કરવામાં આવતા દાવાઓ સામે અમદાવાદથી ઘણા જ દુર એવા છેવાડાના જિલ્લામાં આવેલી અમરેલીની સ્કૂલને આગળ કરીને પડકાર ફેંકયો હતો.
અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્ર સરકારના શિક્ષણમંત્રી ડા. સુભાષ સરકારે આજે અમરેલીમાં નગરપાલિકા દ્વારા સંચાલિત જિલ્લાની સર્વ પ્રથમ અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલ આર્યભટ્ટ ઈંગ્લીક સ્કૂલની મુલાકાત લીધી હતી અને તેમણે બાળકોને પ્રશ્ર્નો પ્ાૂછ્યા હતા. સ્માર્ટ બોર્ડમાં ઓડીયો વીડિયો દ્વારા અપાતું શિક્ષણ નિહાળવા માટે શિક્ષણમંત્રી પોતે છાત્રોની વચ્ચે બેન્ચ પર વિદ્યાર્થી બનીને બેઠા હતા. તેમણે બોર્ડ પર અંગ્રેજીમાં પોતાની શુભેચ્છાનો સંદેશો પણ લખ્યો હતો.
આ તકે શિક્ષણમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં અમદાવાદથી ઘણું જ દુર આવેલા આ અમરેલી જિલ્લામાં સરકારી ઈંગ્લીશ મીડિયા સ્કૂલ છે જેમાં દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડ છે તે ખુબ જ સંતોષની વાત છે. ગુજરાત સરકાર માટે પણ આ ગર્વનો વિષય છે. અમરેલી જિલ્લો કે જે અમદાવાદ શહેરથી ઘણો જ દુર છે ત્યાં પહેલી સરકારી ઈંગ્લીશ સ્કૂલ અને પહેલી એવી સ્કૂલ છે કે જેમાં સ્માર્ટ ક્લાસરુમ છે. બાળકોને સ્માર્ડ બોર્ડથી શીખવાડે છે તે ખૂબ સારી રીતે સમજી શકે છે. દિલ્લી સરકાર છે જે હંમેશા પોતાનું એજ્યુકેશન ખૂબ સારું હોવાનો દાવો કરે છે પણ એવું નથી. ગુજરાતમાં એક જિલ્લાની આ સ્કૂલ પણ બેહતર છે. દિલ્લીનું પોપ્યુલેશન, ત્યાંના લોકોનુજીવન ધોરણ અન્ો ત્યાંની આવકની ષ્ટિએ એ પ્ોરામીટરમાં જોવામાં આવે તો દિલ્લી કરતા ગુજરાતમાં સ્થિતિ ઘણી જ સારી છે. આ બધા બાળકો ફ્રી ઓફ કોસ્ટ અંગ્રેજી માધ્યમમાં સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરે છે. આ જ બાળકો ભવિષ્યમાં મહાન બનશે. શિક્ષણમંત્રીની સાથે અમરેલીના શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોષી વગ્ોરે ઉપસ્થિત રહૃાાં હતા અને મંત્રીશ્રી સુભાષ સરકારનું સ્વાગત કર્યુ હતું.
અમરેલીની સરકારી આર્યભટ્ટ ઈંગ્લીશ સ્કૂલમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ડા. સુભાષસરકારે બોર્ડ પર લખ્યું હતું કે, હું આ સરકારી મ્યૂનિસિપલ આર્યભટ્ટ અંગજી શાળાની મુલાકાત લઈને ખૂબ જ ખુશ છું. ખાસ કરીને સ્માર્ટ બોર્ડ ક્લાસરુમ દિલ્લી સરકારની શાળાઓ કરતા પણ સારા છે.
અમરેલીમાં આવેલા કેન્દ્ર સરકારના શિક્ષણમંત્રીને અમરેલી સહિત કાઠિયાવાડમાં અને આખા ગુજરાતમાં ખૂબ જ ખવાતું તથા વખણાતું અને જે ગુજરાતીઓનું ભોજન ગણવામાં આવે છે તે ફાફડા જલેબીનું ભોજન પીરસવામાં આવ્યું હતું જે ખાઈને તેઓ ખુશખુશાલ બની ગયા હતા.