અમરેલીની હોટેલમાં રાત્રે આગ ભભુકી પાલિકાનાં ફાયર ફાયટરે આગ ઓલવી

અમરેલી,
અમરેલીનાં રાજકમલ ચોકમાં આવેલ ઠાકર થાળ નામની હોટેલમાં રાત્રીનાં સમયે અચાનક આગગ ભભુકી ઉઠતા અમરેલી નગરપાલિકાનાં ફાયર ફાયટરે દોડી આવી આગ ઓલવી આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, હોટેલનાં તળીયે અને પહેલા માળે બંને જગ્યાએ વાયરોમાં આગ લાગતા આસપાસનાં વિસ્તારોમાં વિજળીનાં ઝટકા શરૂ થઇ ગયા હતાં અને આ અંગે પાલિકાનાં ફાયર ફાયટરને જાણ કરતા ફાયર ફાયટરનો સ્ટાફ તાત્કાલીક દોડી આવ્યો હતો અને આધ્ાુનિક સાધનો વડે આગને કાબુમાં લઇ વધ્ાુ નુક્શાની અને જાનહાની થતી અટકાવી સુંદર કામગીરી પાલિકાનાં ફાયર ફાયટરનાં સ્ટાફે બજાવી હતી. આગનું કારણ ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ હોવાનું મનાઇ રહ્યું છે.