અમરેલીની હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે

  • જિલ્લામાં કોરોનાનાં નવા 20 કેસ : 19 દર્દીઓ સાજા થયા, કુલ સંખ્યા 2567
  • બાબરાના મોટા દેવળીયાના 55 વર્ષના પ્રૌઢ અને ગારીયાધારના ચારોડીયા ગામના 82 વર્ષના વૃધ્ધાના સારવાર દરમિયાન મૃત્યું

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા હોસ્પિટલમાં ઓછી થઇ રહી હોય તેવુ લાગી રહયુ છે આજે કોરોનાનાં નવા 20 કેસ આવ્યા હતા તેની સામે 19 દર્દીઓ સાજા થયા છે અને કુલ દર્દીની સંખ્યા 2567 એ પહોંચી છે જ્યારે હાલમાં જિલ્લામાં 184 દર્દીઓ સારવાર લઇ રહયા છે બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામના 55 વર્ષના પ્રૌઢ અને ગારીયાધારના ચારોડીયા ગામના 82 વર્ષના વૃધ્ધાનું અમરેલીમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હતા.