અમરેલીની 11 માં ધોરણની વિદ્યાર્થીની ગાયબ : પરિવાર ચિંતાતુર

  • સવારે સાયકલ લઇ નુતન સ્કુલે જવા નીકળ્યા બાદ સ્કુલે પહોંચી જ નહી

અમરેલી,
અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રહેતા કડીયા પરિવારની ધો.11 માં અભ્યાસ કરતી 16 વર્ષની પુત્રી સાયકલ ઉપર સ્કુલે જવા નીકળ્યા બાદ ગુમ થઇ જતા પરિવાર ચિંતામાં મુકાયો છે અને પોલીસને જાણ કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ચક્કરગઢ રોડ ઉપર ભોજલરામ રેસીડેન્સીમાં રહેતા રાજેશભાઇ ધીરૂભાઇ ટાંકની 16 વર્ષની પુત્રી હેમાંશી કે.કે. પારેખ અને આર.પી. વિદ્યાલય (નુતન સ્કુલ ચિતલ રોડ) માં ધો. 11 માં અભ્યાસ કરતી હોય આજે સવારે સવા સાત વાગ્યે સ્કુલે જવા યુનિફોર્મ પહેરી સાયકલ લઇને નીકળી હતી બપોરે 1 વાગ્યા સુધી પરત ન આવતા રાજેશભાઇએ સ્કુલે જઇ તપાસ કરતા તે સ્કુલ છુટી હોય તેણીની સાથે અભ્યાસ કરતી બીજી વિદ્યાર્થીનીઓને પુછતા જાણવા મળ્યુ હતુ કે હેમાંશી સ્કુલે પહોંચી જ નથી જેથી રાજેશભાઇ અને સગા સ્નેહીઓએ જુદા જુદા સ્થળોએ તપાસ કરતા હેમાંશી કે તેની સાયકલ કોઇનો પતો ન મળતા અમરેલી શહેર પોલીસ અને એસપીશ્રીને રજુઆત કરવામાં આવી છે.