અમરેલીની 181 અભ્યમની ટીમે ગર્ભવતી મહિલાને પુન: સ્થાપન કરાવી

અમરેલી,
બેન હું ગર્ભવતી છુ હોસ્પિટલે ડોકટરે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ જવા કહેલ છે મારી સાથે પરિવાર નું કોઈ નથી મને મદદ કરો 181 અભયમ માં એક ગર્ભવતી મહિલા એ ફોન કરી મદદ માંગતા તુરંતજ અમરેલી 181 અભયમ ની ટિમ આ બહેન સુધી પોહચી ત્યારે આ બહેન સાથે પરામર્સ કરતા જાણવા મળેલ કે ’’ મારા પતિ નું અવસાન થયું તેને 15 દિવસ થયા છે , મે મારા માતા પિતા ની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા છે તેથી તેમની સાથે આજ સુધી સમાધાન થયેલ નથી હાલ હું ગર્ભવતી છુ અમરેલી સિવિલ હોસ્પિટલ સારવાર લેતા ડોકટરે વધુ આગળ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ જવા જણાવેલ હાલ મારી સાથે સાસરી માથી કોઈ વ્યક્તિ સાથે આવેલ નથી તમે મારા સાસરી વાળા ને સમજાવો તેવો સાથે આવી મારી સારવાર કરાવે ત્યારે 181 ની ટીમે આ બેન ની સાસરી માં જય ત્યાં તેમના જેઠ જેઠાણી અને સાસુ હાજર મા ઘરે મળેલ તેવોની સાથે પરામર્સ કરી તેમના દીકરા એ પ્રેમ લગ્ન કર્યા થોડા વર્ષો માં થોડા દિવસ પહેલાજ તેનુ અવસાન થયેલ પરંતુ હાલ તમારા દીકરાની વહુ ને તમારી મદદ સાથ અને સહકાર ની જરૂર છે ત્યારે સાસુ ને તેની ફરજ નું ભાન થયુ અને ગર્ભવતી વિધવા વહુ ની મદદ માટે ત્યાર થયા ત્યારે થોડા આગળ બાજુમાજ બહેનના માતા નુ ઘર છે ત્યા પણ 181 ની ટીમે તેના માતા ભાઈ ભાભી ની રૂબરૂ મુલાકાત લીધી અને તેમની દીકરી એ તમારા વિરુદ્ધ જય જે લગ્ન કરેલા તે વાત ને ભૂલી હાલ તેવો ગર્ભવતી છે થોડા દિવસ પહેલાજ પતિ નુ અવસાન થયુ છે હાલ તેવોને હોસ્પિટલ માં આ પરિસ્થિતિમાં માતા અને સાસુ બંનેની મદદ ની જરૂર છે તેવોએ માતા અને પરિવાર નું દિલ દુભાવ્યું તે બધુ ભૂલી દીકરી ને સ્વીકારી લેવા સમજાવા માં આવેલ ગર્ભવતી મહિલા ના સાસુ અને સાસરી પક્ષ માતા અને પિયર પક્ષ નુ યોગ્ય પરામર્સ કરી આ બહેન ને માતા અને સાસુ ને સોપી તેવોને ડોકટરે જણાવિયા મુજબ આગળ સારવાર માટે લય જવા જણાવેલ આ ગર્ભવતી વિધવા બહેનને 181 અભયમની ટીમે મદદ થી સાસરી અને પિયર પક્ષ બંને પરિવાર મા પુનહ સ્થાપન મળી રહેલ છે અને જરૂર જણાએ 181 ની મદદ લેવા માહિતી આપેલ છે.