અમરેલીનુંં કોરોના કોન્ટેકટ ટ્રેસીંગ ગુજરાતમાં સૌથી ઉચું

અમરેલી,ગુજરાતને કોરોના ઘમરોળી રહયો છે ત્યારે અમરેલી જિલ્લામાં તંત્રની આખા ગુજરાતમાં રેકર્ડબ્રેક કામગીરી સામે આવી રહી છે અને સાબીત થઇ રહયું છે કે અમરેલી જિલ્લાનું તંત્ર હજુ પણ હીમંત નથી હાર્યુ તે કોરોના સામે કચકચાવીને લડત લડી રહયું છે.
કોરોનાના દર્દીના કોન્ટેકટમાં આવેલા લોકોને શોધવાાની અને સલામતીના પગલા લેવા કવોરન્ટાઇન કરવાની કામગીરીમાં અમરેલી નંબર વન સાબીત થયું છે ગુજરાતમાં અમદાવાદમાં કોરોના ના એક દર્દીએ સરેરાશ ચાર લોકો ટ્રેસ કરાયા છે જ્યારે અમરેલી જિલ્લાના તંત્રએ પહેલા જ સાત કેસમાં એક હજાર ઉપરાંતના લોકોને શોધી અને કવોરન્ટાઇન કરી આખા ગુજરાતમાં દાખલારૂપ કામગીરી કરી છે.
ગુજરાતભરમાં કોરોના બેકાબુ થઇ રહયો છે જયારે અમરેલી જિલ્લામાં બહારથી બે લાખ જેવી મોટી સંખ્યામાં લોકોને લાવવામાં આવી અને કોરોનાને આમંત્રણ અપાયા છતા અમરેલીના રીઅલ હીરો કોરોના વોરીયર્સ કલેકટર,એસપી અને ડીડીઓની ટીમ હીમત નથી હારી જેમ કોરોનાને આ ટીમે જિલ્લામાં આવવા નહોતો દીધો તેવી જ રીતે કોરોનાને ફેલાતો રોકવા માટે આ ટીમ દ્વારા અભુતપુર્વ આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લાના આરોગ્ય વિભાગના પ્રવકતા ડૉ. એ.કે. સીંઘે અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લામાં આવેલા કોરોનાના પ્રથમ સાત કેસ અને તેમાય ટીંબીના એક સુપર સ્પ્રેડર કેસમાં આખા ગુજરાતમાં રેકર્ડબ્રેક રીેતે જિલ્લા સહિત એક હજાર સાત લોકોને શોધી કાઢી અને સરકારી ફેસેલીટીમાં તથા હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
કલેકટરશ્રી આયુષ ઓક જયા સુધી પોઝિટિવના તમામ કોન્ટેકટ ટ્રેસ ન થઇ જાય ત્યા સુધી સુચના અન માર્ગદર્શન આપતા હોય છે અને જેતે ગામની મુલાકાત લેતા હોય છે તથા પ્રતિબંધોનું પાલન થાય તેના માટે એસપીશ્રી નિર્લિપ્ત રાય ધ્યાન રાખી અનોખા પગલા લેતા હોય છે જેમ કે બલુનમાં કેમેરો લગાવી કન્ટેન્ટમેન્ટ એરીયામાં કોઇ નથી જતુને ? તેની કાળજી રાખતા હોય છે જયારે ડીડીઓ શ્રી તેજસ પરમાર પણ આરોગ્ય તંત્ર અને જે તે પંચાયતોનું મોનીટરીંગ કરતા હોય છે. કોન્ટેક ટ્રેસ કરવામાં જયા જયા આરોગ્ય તંત્ર ન પહોંચી શકે અથવાતો સબંધીતો યોગ્ય પ્રતિસાદ ન આપે તેવી જગ્યાએ શ્રી નિર્લિપ્ત રાયની પોલીસ રોલમાં આવી જાય છે અને ગણત્રીના સમયમાં તે દુધનું દુધ અને પાણીનું પાણી કરી નાખે છે.