અમરેલીને અભેદ કીલ્લો બનાવતા કલેકટર-એસપી : બોર્ડર સીલ

અમરેલી,સૌરાષ્ટ્રના કોરોના મહામારીથી બચેલા ત્રણ જિલ્લા દ્વારકા,જુનાગઢ અને અમરેલીમાં કોરોના ન આવે તેના માટે તંત્ર જોરદાર મહેનત કરી રહયું છે અમરેલીના કલેકટરશ્રી આયુષકુમાર ઓછક અને એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા કોરોનાને રોકી અને જનજીવન શરૂ કરાવવા માટે અમરેલી જિલ્લાને અભેદ કિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં આવેલા 80 જેટલા બોર્ડરના ગામડાઓમાં આવેલા પબહારના જિલ્લાથી આવતા માર્ગો ને સીલ કરી દેવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ આડશ કરી દેવામાં આવી છે.
જયારે હાઇવે ઉપર પુરા ચેકીંગ સાથે બહારના લોકોને પ્રવેશ અપાઇ રહયો છે તથા જિલ્લાના ગ્રામીણ વિસ્તરોના ગાડાકેડામાં ઉંડા ખાડા કરી દેવામાં આવ્યા છે જેનાથી કોઇ બાઇક સવાર પણ પસાર થઇ ન શકે.
અમરેલી જિલ્લામાં અવરજવરને નિર્ધારીત કરી અને તબકકાવાર જીનજીવનને થાળે પાડવા માટે છુટ આપવાનો પ્રારંભ કલેકટરશ્રી દ્વારા કરવામાં આ્યો છે તો બીજી તરફ સોશ્યલ ડીન્ટન્સીંગ માટે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા લોકડાઉનનો ભંગ કરનારા લોકો સામે કાનુની પગલાઓ લેવાઇ રહયા છે.