અમરેલીને આરટીપીસીઆર લેબ આપવા વીહીપના શ્રી હસમુખભાઇ દુધાતની સરકારને દર્દભરી અપીલ

નેગેટીવ દર્દી પણ મોડા રિપોર્ટને કારણે પોઝિટિવ થઇ જાય છે : અનેક રજુઆતો છતા સરકાર જવાબ નથી આપતી

અમરેલી,અમરેલી જિલ્લા વિશ્ર્વ હિંદુ પરિષદના ઉપપ્રમુખ શ્રી હસમુખ દુધાતે કલેકટરશ્રી મારફતે સરકારશ્રીને કોરોના ટેસ્ટીંગ માટે અમરેલીને આરટીપીઆર લેબોરેટરી આપવા માંગણી કરી જણાવ્યુ છે કે લેબોરેટરીના અભાવે નેગેટીવ દર્દી પણ સંક્રમિત થઇ રહયા છે અને કોરોના ફેલાવવામાં જાણ્યે અજાણ્યે સરકાર પણ ભાગીદાર બની રહી છે અમરેલીના સાંસદ, જિલ્લા ભાજપના પ્રમુખ, વિરોધપક્ષના નેતા, વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સરકારમાં રજુઆત કરાયા છતા કોઇ જવાબો આપવાની દરકાર સરકારમાંથી લેવાતી નથી તે દુ:ખદ છે તેમ જણાવી શ્રી દુધાતે સરકારને અમરેલીને લેબોરેટરી આપવા દર્દભર્યો અનુરોધ કર્યો છે.