અમરેલીને કોવિડ-19 માટે લેબની બાકી ગ્રાન્ટ ફાળવો : શ્રી કાછડીયા

અમરેલી,વિશ્ર્વની સાથે દેશમાં કોરોનાની મહામારી બેકાબુ થઇ રહી છે તેમાં અમરેલી જિલ્લો પણ બાકાત નથી રહયો અમરેલી જિલ્લો હવે લોકલ ટ્રાન્સમિશનના ખતરનાક તબક્કામાં પ્રવેશ્યો છે ત્યારે કોરોનાને લડત આપવા માટે સૌથી મહત્વની એવી આરટીપીસીઆર નામની કોરોનાની લેબ માટે સરકાર દ્વારા મંજુર કરાયેલ 50 કરોડની ગ્રાન્ટ બાકી રહી હોય તે તાકિદે અમરેલી જનરલ હોસ્પિટલને ફાળવવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ તથા જિલ્લાના પ્રભારી મંત્રીને અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ પત્ર પાઠવ્યો છે.
જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે કોવિડ-19 રોગચાળા અંતર્ગત આઇટમ નંબર 1 માં કવોરન્ટાઇન સેમ્પલ કલેકશન અને સ્ક્રિીનીંગ હેતુ માટે 100 કરોડ અને આઇટમ 2 કોવિડ 19 માટે જરૂરી એવા સાધનો અને લેબના હેતુસર 50 કરોડ મળી કુલ 150 કરોડની ગ્રાન્ટ તા.27-4-20 ના સેકશન અધિકારી મહેસુલ વિભાગ ગાંધીનગરના હુકમથી અધિક નિયામકશ્રી આરોગ્ય તબીબી સેવાઓ ગાંધીનગર તરફથી મંજુર કરવામાં આવેલ જે પૈકી આઇટમ નંબર 1 માટે ગ્રાન્ટ ફાળવાઇ ગયેલ છે પરંતુ આઇટમ નંબર 2 કોવિડ 19 માટે આરટીપીસીઆર મશિન માટે જરૂરી સાધન લેબ ની ગ્રાન્ટ બાકી રહી જવા પામેલ છે.
સાંસદે જણાવ્યુ છે કે હાલમાં અમરેલી જિલ્લામાં કોવિડ ટેસ્ટીંગ લેબ મશિનની સુવિધા ન હોવાના કારણે શંકાસ્પદ કેસનું સેમ્પલ લઇ ભાવનગર મોકલવામાં આવેલ છે જેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ 48 કલાક એ મળે છે જેને લીધ્ો દર્દી અને મેડીકલ ટીમને મુશ્કેલી પડે છે અન્ય જિલ્લાની જેમ ટેસ્ટીંગ રિપોર્ટ સમયસર મળી રહે તે માટે બાકી રહેલી ગ્રાન્ટ તાત્કાલીક ફાળવવા શ્રી કાછડીયાએ રજુઆત કરી છે.