અમરેલીને ખનીજ સંપતિનો લાભ મળ્યો : દસ કરોડ ફાળવાયા

અમરેલી,
અમરેલી શહેરને સુવિધાસભર બનાવવા અમરેલીનો ડિસ્ટ્રીકટ મિનરલ ફાઇન્ડેશન યોજનામાં અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિક વેકરિયાએ સમાવેશ કરાવતા અમરેલીને તેની અખુટ ખનીજ સંપતિનો લાભ મળ્યો છે અને અમરેલી શહેર માટે દસ કરોડ ઉપરાંત્તની રકમ ફાળવવામાં આવી છે. અમરેલી શહેરમાં વિકાસના વિવિધ કાર્યો માટે રાજય સરકારની સહાય મળે તે માટે નગર પાલિકાના સુત્રધારોની રજુઆતને કારણે શ્રી કૌશિક વેકરિયાએ અમરેલી માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી અને સરકારમાં તેમણે કરેલી મહેનતને કારણે અમરેલી શહેરનો ડિસ્ટ્રીકટ મિનરલ ફાઇન્ડેશન યોજનામાં સમાવેશ કરાયો હતો. આ યોજનામાં અમરેલી જિલ્લાના રાજુલા સહિતના વિસ્તારોની ખનીજ સંપતિની આવક સામે સ્થાનિક કક્ષાએ નાણા ફાળવાતા હોય તેમાં અમરેલી શહેરને 10 કરોડ 15 લાખ ફાળવાયા હોવાનું જાણવા મળેલ છે આ રકમ શહેરના વિવિધ વિકાસ કાર્યમાં વપરાશે આ રકમ મંજુર થતા પાલિકા પ્રમુખ શ્રીમતી મનિષાબહેન ચંદુભાઇ રામાણી, કારોબારી ચેરમેન શ્રી સુરેશ શેખવા અને ટાઉન પ્લાનીંગ ચેરમેનશ્રી પીન્ટુ કુરુંદલેએ ગુજરાત સરકાર અને શ્રી કૌશિક વેકરિયાનો આભાર માન્યો હતો.