અમરેલીને ધમરોળતો કોરોના : વધુ ચાર દર્દીના મોત

  • કોરોનાની ઘાતકતા વધુ તિવ્ર થઇ રહી છે : અમરેલીના સ્મશાન ખાલી નથી રહેતા
  • અમરેલી એલઆઇસીના ડેવલપમેન્ટ ઓફીસરનો કોરોનાએ ભોગ લેતા અને કોરોનાનો પોઝિટિવ કેસ આવતા એલઆઇસીની શાખા બંધ કરી દેવાઇ : દેના બેંક પણ બંધ થઇ
  • કુંડલાના થોરડીના 50 વર્ષના દર્દી, સાવરકુંડલાના 79 વર્ષના દર્દી, શેડુભારનાં 70 વર્ષના દર્દી અને અમરેલીના 45 વર્ષના એલઆઇસી અધિકારીને કોરોના ભરખી ગયો

અમરેલી,

અમરેલી જિલ્લામાં કોરોનાના આજ સુધીમાં સતાવાર મૃત્યુ 30 થયા છે અને બીજા ઘણા કિસ્સાઓ ડેથ ઓડીટ કમીટીમાં મૃત્યુના કારણ માટે પેન્ડીંગ છે ઘણાના મૃત્યુ ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કેન્સર, હદય રોગ જેવા રોગોને કારણે થયા છે પણ તેમને કોરોના થયો હોય તેથી બીજા રોગો જીવલેણ બની જતા હોય છે આવા મૃત્યુ મળી કુલ સંખ્યા 100 ઉપરાંતની થઇ ગઇ હશે.
રવિવારે 7, સોમવારે 3 અને આજે મંગળવારે ચાર દર્દીઓના મૃત્યુ નીપજ્યા હતા.
અમરેલીની એલઆઇસીના ગુરૂકૃપાનગરમાં રહેતા 45 વર્ષના ડેવલપમેન્ટ ઓફીસરનું કોરોનાને કારણે મૃત્યુ થતા અને એલઆઇસીમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા આજે એલઆઇસી બહાર અમરેલી શાખા હાલમાં બંધ કરવામાં આવે છે તેવુ બોર્ડ મુકી દેવામાં આવ્યુ હતુ.
આ ઉપરાંત સાવરકુંડલાના થોરડી ગામના 50 વર્ષના પુરૂષ દર્દીનું અને સાવરકુંડલામાં આંખના દવાખાના સામેના વિસ્તારમાં 79 વર્ષના વૃધ્ધ દર્દી તથા અમરેલી તાલુકાના શેડુભાર ગામના 70 વર્ષના વૃધ્ધ દર્દીનું મૃત્યુ નીપજ્યું હતુ અને રવિ સોમ અને મંગળ એ ત્રણ દિવસમાં 14 ના મૃત્યુ થયા છે.