અમરેલીને યુનિવર્સિટી મળી : કમાણી કોલેજનું રૂપાંતર કરાશે

  • નવી શિક્ષણ નિતી (એનઇપી) 2020 માં અમરેલી જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે અનેરી ભેટ
  • અમરેલી જિલ્લાની સૌ પ્રથમ વખત યુનીવર્સીટી બનાવવા ચક્રોગતીમાન
  • ગુજરાત રાજ્યમાં 12 કોલેજોને મંજુરી અપાતા અમરેલીનો પણ સમાવેશ કરાયો
  • સરકારની નવી શિક્ષણ નિતીમાં રાજ્યમાં 5 રિસર્ચ યુનીવર્સીટીઓ કાર્યરત કરાશે
  • રાજ્યનાં ઉચ્ચ શિક્ષણ વિભાગનાં પ્રીન્સીપલ સેક્રેટરી અંજુ શર્માએ કરેલી મહત્વની જાહેરાત

અમરેલી,
રાષ્ટ્રીય નવી શિક્ષણ નિતી (એનઇપી) 2020 માં લેવાયેલા નિર્ણિય મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 12 કોલેજોને યુનીવર્સીટીમાં કન્વર્ટ કરવા મંજુરી આપી છે જેમાં અરવલ્લી, અમરેલી, ભરૂચ, છોટા ઉદેપુર, બોટાદ, દેવભુમિ દ્વારકા, મહીસાગર, મોરબી, પોરબંદર, તાપી, કોલેજને કન્વર્ટ કરવા નિર્ણય લેવાયેલો છે રાજ્યના 12 જિલ્લાઓમાં કેપેબલ ગણાતી કોલેજોનો કન્વર્ઝનમાં નિર્ણય લેવાતા અમરેલીની કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજને પણ નવી શિક્ષણ નિતી અનુસાર કન્વર્ટ કરવા ચક્રોગતીમાન થયા છે આ ઉપરાંત ટેકનીકલ અને નોન ટેકનીકલ સરકાર અને ગ્રાન્ટેડ કોલેજોનો પણ સમાવેશ સાથે બે મહિલા કોલેજોનો પણ સમાવેશ કર્યો છે.તેમ શિક્ષણ વિભાગના પ્રીન્સીપાલ સેક્રેટરી અંજુ શર્માએ જણાવ્યુ હતુ વધુમાં જણાવ્યુ કે આ 18 યુનીવર્સીટીઓમાં 251 તાલુકા પણ જોડાયેલ છે રાજ્યમાં 5 યુનીવર્સીટીઓને રિસર્ચ યુનીવર્સીટીઓ બનાવાશે આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે વધુ સુવિધાઓ મળી રહેશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

  • અમરેલીને યુનિવર્સિટી : શ્રી અંજુ શર્માની જહેમત

અમરેલી,
અમરેલીમા કમાણી સાયન્સ આર્ટ્સ કોલેજને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરાવવા અમરેલીનાં તત્કાલીક કલેક્ટર અંજુ શર્માએ મહત્વનો ભાગ ભજવ્યો છે. નવી શિક્ષણનિતીમાં અંજુ શર્માએ અમરેલીને ભેટ આપી જોરદાર કામગીરી કરતા સર્વત્ર પ્રશંસા થઇ રહી છે.