અમરેલી
સરકાર ઘરનું ઘર બનાવવા સબસીડી જેવી અનેકવિધ યોજનાર કરી રહી છે યત્નો જીવન પર્યત ઘરનું ઘર બનાવવા સંકલ્પ કરેલ ગરીબ મધ્યમ વર્ગોના લોકોને ઘર બનાવવા અબજો રૂપીયા ફાળવી રહી છે. ત્યારે અમરેલીમાં આયોજન વગર ચાલતા રોડના કામો લોક ઉપયોગના બદલે જીવનભર મુશ્કેલી ઉભી કરે તેવી સ્થિતિ ઉભી થાય અને 40 વર્ષથી રોડનું ખોદકામ કર્યા વગર ડામર ઉપર ડામર ચડાવી દઈ રહેણાંક મકાનો રોડ કરતા નીચા જતા રહેતા લોકોમાં રોષ ફેલાય ગયો છે.અમરેલી થી રાજકોટ જતો ચિતલ રોડ શાંત અને મધ્યમ, ગરીબ તથા વેપારી વર્ગ ધરાવતો વિસ્તાર ગણવામાં આવે છે. આ રોડ ઉપર હજારો મકાનો છે. હાલ મોંઘવારીના સમયમાં જીવનભર એક પોતાનું મકાન બનાવવાનો સંકલ્પ લોકોને હોય છે અને આઘા પાછા (ઉછીના), લોન અને બચત કરી ખરીદેલા મકાનો સાચવવા લોકો મહેનત કરતા હોય છે. પરંતુ આ વિસ્તારમાં છેલ્લા ચાર દાયકાથી તંત્ર દ્વારા મુખ્ય રોડ તથા સોસાયટીનાં રોડ ખોદકામ કર્યા વગર ડામર ઉપર ડામર, સિમેન્ટ પાથરી દેતા રોડના લેવલ કરતા હજારો મકાનો રોડના લેવલ કરતા નીચા જતા રહેતા મકાન ધારકો મુશ્કેલીમાં મુકાય ગયા છે ગત ચોમાસામાં વરસાદના પાણી ઘરોમાં ઘુસી જવા સહિત અનેક મુશ્કેલી વેઠવી પડી હતી અને પોતાના મકાનોની રોડની નીચે જોઇ લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. હાલ સરકાર (પચ્ચીસ લાખ) થી વધુલોકોને સસ્કાર ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે લોન, સબસીડી જેવી સ્કીમો લઇને કામગીરી કરી રહી છે. બીજી તરફ સોસાયટી, ગલી, શેરીમાં તથા મુખ્ય રોડના કામો રોડનું ખોદકામ કરી બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી .