અમરેલીનો ઠેબી ડેમ આ વરસે 13 ફુટ જ ભરાશે : ત્રણ દરવાજા ખોલાયા

અમરેલી,
કોઇને કોઇ કારણોસર વિવાદમાં રહેલ અમરેલીનો ઠેબી ડેમ ગયા વરસે પુરો 18 ફુટ ભરાતા ખેડુતોની જમીન ડુબી ગઇ હતી જેના કારણે આ વખતે ઠેબી ડેમ 13 ફુટ જ ભરવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળેલ છે.
18 ફુટની ક્ષમતાવાળા ઠેબી ડેમમાં13 ફુટની સપાટીએ પણ અમરેલીની વાર્ષિક જરુરીયાત કરતા વધારે પાણીનો સંગ્રહ થશે તેમ સિંચાઇ સુત્રોએ જણાવેલ છે સરકારે ગયા વર્ષે નુકસાનીનું વળતર ચુકવવુ પડેલ હતુ તેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. બાબરા પંથકમાં ખાબકેલા ભારે વરસાદને કારણે પોણા તેર ફુટની સપાટી એ ઠેબીના ત્રણ દરવાજા ખોલાયા છે.