અમરેલીમાંથી છ લાખનાં રેશનીંગનાં ઘઉં ઝડપાયાં

અમરેલી,
એક તરફ સરકાર ગરીબ લોકોને મફત અનાજ વિતરણ કરે છે ત્યારે બીજી તરફ અનાજ માફિયા ગરીબ ના મોઢા આગળ થી છીનવી ને વેપાર કરે છે ત્યારે મહુવા થી ગાંધીધામ સસ્તા અનાજ નો જથ્થો 510 કટા ટ્રક માં ભરી ને જતા હોય જે જાવેદખાન પઠાણ પત્રકાર ભાવેશ વાઘેલા અને રફીકભાઈ રાઠોડ એ એસ આઈ રૂલર પોલીસ ના સૂત્રો દ્વારા વોચ રાખી ને અમરેલી કેરિયારોડ બાય પાસે રાત્રી ના 9 કલાકે પકડી પાડયો ડ્રાયવર ટ્રક મૂકીને ફરાર થઈ ગયેલ.
બાદમાં કલેકટર શ્રી ને અને ડીવાય એસ પી ભંડારી સાહેબ ને ટેલીફોનિક જાણ કરતા પોલીસ અને મામલતદાર સ્ટાફ ના કાફલા સાથે ટ્રક ને સરકારી ગોડાઉન ખાતે કબજે લય રાત્રીના 1 કલાકે પૂર્ણ કરાયા બાદ 1લાખ નો મુદ્દા માલ ને સિઝ કરી ધોરણ સર કાર્યવાહી હાથ ધરી છે અમરેલીમાં પણ આવો જથ્થો બરોબર વહેંચાય છે જે પકડવા ની તસદી કયારે પણ તંત્ર દ્વારા કરવામાં આવતી નથી.