અમરેલીમાંથી જમરાજા ખાલી હાથે પાછા ગયા અગાઉનું એક મૃત્યું કોરોનાથી થયાનું જાહેર

  • અમરેલીમાં કોરોનાનાં 20 કેસ : લાઠીના વૃધ્ધનું કોરોનાથી મોત
  • 20 દર્દીઓ સાજા થતા રજા અપાઇ : કુલ કેસ 3417 : કુલ સતાવાર મરણાંક 40 થયો

અમરેલી,
અમરેલીમાં આજે મંગળવારે યમરાજા ખાલી હાથે પાછા ગયા હતા આજે કોરોનાના એકપણ દર્દીનો ભોગ નથી લેવાયો અને અગાઉ મૃત્યુ પામેલા લાઠીના 80 વર્ષના વૃધ્ધનું મોત કોરોનાથી થયુ હોવાનું આરોગ્ય તંત્રએ જણાવતા સતવાર મરણાંક 40 થયો છે.આજે મંગળવારે કોરોનાના 20 કેસ નોંધાયા હતા અને તેની સામે 20 દર્દીઓ સાજા થયા હતા હાલમાં 184 દર્દીઓ સારવાર લઇ રહયા છે અને કોરોનાના કુલ કેસની સંખ્યા 3417 એ પહોંચી છે.