અમરેલીમાંથી પ્રોહી. બુટલેગરને ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે પકડી પાડતી એલસીબી

અમરેલી,
અમરેલી એલ.સી.બી ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર. કે. કરમટા તથા પો.સ.ઇ શ્રી પી.એન.મોરીની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમેતા.21/02/2021 નાં રોજ શરૂ રાત્રીના અમરેલી ટાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે પ્રોહી. બુટલેગર શખ્સ અમરશીભાઇ ગોવિંદભાઇ દાફડા, ઉ.વ.41, રહે.મુળ સાવરકુંડલા, હાલ રહે.અમરેલી, બહારપરા, લક્ષ્મીનારાયણ મંદિરની પાછળ, તા.જી.અમરેલીને પકડી પાડેલ છે અને પકડવાના બાકી આરોપી લલીતભાઇ ગોવિંદભાઇ દાફડા, રહે.મુળ સાવરકુંડલા, હાલ રહે.અમરેલી, બહારપરા, તા.જી.અમરેલી
છે.ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-116 કિ.રૂ.34,800/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.5,000/- મળીને કુલ કિં.રૂ.39800/- નો મુદ્દામાલ પકડી પાડેલ છે.આ અંગે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ અનુસાર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે, અને પકડવાના બાકી આરોપીને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.