અમરેલી,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહના માર્ગદર્શનમાં અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે શહેરના બાયપાસ પાસે ફુટપાથ ઉપર રહેતા મહુવાના શખ્સને પકડી અમરેલીના હનુમાનપરા સહિતનીે નવ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી એક શખ્સની ધરપકડ કરી હતી.અમરેલી,લાઠી રોડ,ગુરૂદત્ત પેટ્રોલ પંપ પાસે, ફુટપાથ ઉપર રહેતા મુળ મહુવાના વતની મુકેશ ઉર્ફે દડુ ઉર્ફે ભરત દિનેશભાઇ વાઘેલા, ઉ.વ.32ને એલસીબી એ સોનાના દાગીના તથા રોકડા રૂપિયા સાથે પકડી પાડી, સઘન પુછ પરછ કરતા તેને અલગ અલગ જગ્યાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.આરોપી પાસેથી રોકડા રૂ.78,000 એક સોનાનો ઢાળીયો, વજન 30.080 ગ્રામ જેની કિં.રૂ.1,23,750/- એક સોનાની ટોપરી, વજન 1.100 ગ્રામ જેની કિં.રૂ.5,200/- ,એક જોડી ચાંદીના છડા, વજન 44.00 ગ્રામ જેની કિં.રૂ.1400/- ,એક રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.5,000/- મળી કુલ કિં.રૂ.2,13,350/- નો મુદ્દામાલ કબજે લેવાયો છે.આરોપી મુકેશે સઘન પુછપરછમાં આજથી આઠેક દિવસ પહેલા અમરેલી, હનુમાનપરારોડ ઉપર, સ્કુલની બાજુમાં મહાદેવના મંદિરની બાજુમાં આવેલ બંધ મકાનમાં દિવાલ કુદી, મકાનના દરવાજાના નકુચા તોડી,અંદર જઇ કબાટમાં થી સોનાનું મંગળસુત્ર તથા રોકડા રૂપિયા 75,000/- ની ચોરી કરેલ,આજથીઆશરેપંદરદિવસપહેલાપોતે તથા પોતાનાસાળાસાથે મળી અમરેલી, હનુમાનપરામાં એક બંધ મકાનની દિવાલ કુદી, અંદર જઇ, રૂમના તાળા તોડી, કબાટમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોનની ચોરી કરેલ, આજથી દોઢમહિના પહેલારાજુલા તાલુકાના વિક્ટરગામેબ ેઅલગઅલ ગબંઘમકાન માંથીરો કડારૂપિ યા30,000/-નીચોરીકરેલ. આજથી ત્રણ મહિના પહેલા સાવરકુંડલા, મણીનગરમા ંએકબંઘ મકાનમાંથી રોકડારૂપિયા20,000/-નીચોરીકરેલ. આજથી ત્રણ ચાર મહિના પહેલા સાવરકુંડલાના જાબુડા ગામે એક બંઘ મકાનના દરવાજા નો નકુચો તોડી, ઘરમાં ઓસીકાના કવરમાંથી રોકડારૂપિયા 2,50,000/-ની ચોરી કરેલ. આજથીચારેક મહિનાપહેલાસાવરકુંડલા તાલુકાનાવણોટગામેએકબંઘમકાનના દરવાજાનોનક ુચોતોડીઘરમાંઅનાજ ભરવાની પેટીનુતાળુ તોડી,સોના નાદાગીનાત થાર ોકડારૂપિયા4000/-ની ચોરી કરેલ તથા આજથી ચારેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે એક બંઘ મકાનના દરવાજામાં મારેલ તાળાનો નકુચો તોડી, ઘરમા ંથેલામાં રાખેલ રોકડા રૂપિયા 1,45,000/-ની ચોરી કરેલ. આજથી ચારેક મહિના પહેલારાજુલા તાલુકાના મોટીખેરાળી ગામેએક બંઘમકાન ની દિવાલટપી,રૂમ માંમારેલ તાળા તોડીરૂમમાંરહેલકબા ટનોતરવાજો તોડીલોકર માંથીસોનાનાદ ાગીનાતથારોકડ ારૂપિયા1,15,000/-નીચોરીકરેલ. અને આજથી આંઠેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના જાબુડા ગામે એક બંઘ મકાનના રૂમનો દરવાજાનું તાળુતોડી, ઘરમાં પટારાનું તાળુ તોડી રોકડા રૂ.3,00,000/- તથા સોનાના ચાંદીના દાગીનાની ચોરીકરેલ.પકડાયેલ ચોર સામે ભાવનગરમાં ચોરીના ત્રણ ગુના દાખલ થયેલા હતા. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.નાએ.એસ.આઇ. ભગવાનભાઇ બીલ, જિગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડતથાપો.હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડતથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારાકરવામાંઆવેલછે.