અમરેલીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

અમરેલી,
અમરેલી એલ.સી.બી ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર. કે. કરમટા તથા પો.સ.ઇ શ્રી પી.એન.મોરીની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમે આજ રોજ તા.16/02/2021 નાં રોજ અમરેલી ટાઉનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં પાઉચો સાથે 1 દિપકભાઇ ચંદુભાઇ ગોહીલ,2/ કાર્તિકભાઇ હસમુખભાઇ ભેંસાણીયા ને પકડી પાડેલ છે અને ભારતીય બનાવટના વિદેશી દારૂ ઓરીજીનલ ચોઇસ ડીલકસ વ્હીસ્કીના કુલ 190 કિં.રૂ.13,300/- તથા થેલા નંગ – 2 કિ.રૂ.100/- મળી કુલ કિં.રૂ.13,400/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.