અમરેલીમાં અંગદાનની ઐતિહાસિક પહેલ કરતા ડો.મહેતા

અમરેલી,
અમરેલીના ઇતિહાસમાં પ્રથમ વખત જ શરીરના ડોનેટ કરેલ ઓર્ગન લેવા અમદાવાદથી ટીમ આવી હતી અને ઓર્ગન સાથે ગ્રીન કોરીડોર બનાવી પોલીસ પાયલોટીંગ સાથે ટીમ અમદાવાદ રવાના થઇ હતી આ બનાવ અંગે પ્રાપ્ત વિગતઅનુસાર અમરેલીના મેડીકલક્ષેત્ર માટે એૈતેહાસીક દિવસ હોય તેમ અમરેલીની બીમ્સ હોસ્પિટલમાં દાખલ થયેલ દમયંતીબેન ભીખુભાઇ મહેતાને બ્રેઇનસ્ટ્રોકને કારણે બ્રેનડેડ થઇ ગયેલ આ મહીલા દર્દીનું લીવર કોઇ લીવર ફેઇલયર દર્દીને નવજીવન આપે અને તેમની આંખો બીજાના જીવનમાં અંજવાળુ ફેલાવે તે માટે અમરેલી બિમ્સ આસ્થા હોસ્પિટલના પ્રયાસો થતા અમદાવાદથી સેલ્બી હોસ્પિટલના ડોકટરોની ટીમ અમરેલી આવી પહોંચી હતી અને બ્રેનડેડ મહીલાના ઓર્ગન સાથે ગ્રીન કોરીડોર બનાવી પોલીસ પાયલોટીંગ સાથે ટીમ અમદાવાદ રવાના થઇ હતી અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમાં 50 વર્ષથી ટ્રસ્ટ સંચાલીત દવાખાનામાં દર્દીઓને સેવા આપતા ડોકટર બીએન મહેતાના પત્ની બ્રેનડેડ થઇ જતા ડોકટર મહેતાએ તેમના ધર્મપત્નીના અંગોનું ડોનેશન કરવાનું પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો ભવિષ્યમાં ઓર્ગન ડોનેશનની આ પુણ્યદાયી પ્રવૃતીને વેગ મળે તે માટેની વ્યવસ્થા અમરેલીમાં ઉભી કરવા માટે આ બીમ્સ આસ્થા હોસ્ટિપલને ડો.અશોકભાઇ પરમારે સુંદર વ્યવસ્થા કરી હતી.માનવદેહમાં કિડની, લીવર, હદય, ફેંફસા જેવા અનેક અંગઉપાંગોનું દાન થઇ શકે છે તેનાથી અનેક દર્દીઓને ફાયદો પણ થાય છે આ અંગે અમરેલીના ડો.ભરતભાઇ કાનાબારે જણાવ્યું હતુ કે આવા ઓર્ગન લેવા માટે હોસ્પિટલમાં મંજુરી જોઇએ કે મંજુરી અમરેલીમાં ન હતી તેથી રાતોરાત વ્યવસ્થા કરી અમરેલીની બીમ્સ આસ્થા હોસ્પિટલમાં વ્યવસ્થા પણ કરી છે તે અમરેલી માટે ગોૈરવરૂપ ઘટના