અમરેલીમાં અકસ્માત : બે સગા સાઢુભાઈનાં મોત

અમરેલી,અમરેલી શહેરનાં સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે દોડી રહેલા ભારે વાહનો તેમજ કાર ચાલકો દ્વારા બે ફામ ગતીએ વાહનો ચલાવવામાં આવતા હોવાના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો દિન પ્રતીદિન વધતા જાય છે. ત્યારે આજે સાંજનાં 5:30 વાગ્યા આસ પાસે કૈલાશ મુક્તિધ્ધામ નજીક સાવરકુંડલા તરફથી લાકડાભરી અને અને રાજકોટ તરફ જઈ રહેલ આઈશર અને સામેથી બાઈક ઉપર આવી રહેલ બે વ્યકિત સાથે ધડાકાભેર અથડાતા બન્ને બાઈક ચાલકો જે સાઢુભાઈ થતા હતા તેમનાં લાકડા નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે મોત નીપજતા તુરંત તાલુકા પોલીસ દોડી ગય હતી. અને બંન્ને મૄતદેહોને બહાર કાઢી અને પી.એમ.માટે સીવીલ હોસ્પિટલ ખાતે મોકલી આમવામાં આવેલ. આ અંગેની વિગત એવા પ્રકારની છે સાવરકુંડલાથી લાકડા ભરી અને જી.જે.ઓ.03. એ.ઝેડ.3994. નંબરનું આઈસર આવી રહેલુ હતુ ત્યારે કૈલાશ મુક્તિધધામ પાસે આ આઈસર પહોંચ્યુ ત્યારે સામેથી બાઈક નંબર જી.જે.14.8481 ઉપર આવી રહેલ સાઢુભાઈ બાલુભાઈ બાબરીયા તથા કાળુભાઈ અકબરી આવી રહયા હતા ત્યારે ધડાકાભેર અથડાતા બંન્નેેનાં ઘટના સ્થળે બંન્નેેનાં મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થતા લોકોનાં ટોળા એકત્ર થઈ ગયા હતા લોકોમાં ચર્ચાથી વિગતો મુજબ દ્વારકેશ નગરમાં રહેતા બાલુભાઈ બાબરીયા (ઉ.વ.68)ડાયમંડ તથા કન્ટ્રકશનનાં ધંધા સાથે સંકળાયેલ હતા જ્યારે શક્તિનગરમાં રહેતા કાળુભાઈ અકબરી (ઉ.વ.65) બંન્ને હનુમાન પરામાં ચાલી રહેલી સાઈટનું કામ ચાલતુ હોય તે જોવા જતા હતા ત્યારે બંન્ને સાઢુભાઈને કાળ ભરખી ગયો હતો.આમ આ બનાવ બનતા દ્વારકેશનગર તથા શક્તિનગરમાં ગમગીનનું મોજુ ફરી વળ્યુ હતુ.આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગય હતી. આ બનાવની તપાસ એ.કે.સરવૈયા તથા એ.એસ.આઈ., ડી.બી.સોલંકી તથા જી.એમ.જોષી વધ્ાુ તપાસ ચલાવી રહયા છે.